નવી દિલ્હી, શુક્રવાર
ભારત વિરૂદ્ધ મુંબઈ ટેસ્ટમાં એક ઈનિંગમાં 10 વિકેટ લેનાર એજાઝ પટેલે બાંગ્લાદેશ સામેની ટીમમાં પસંદગી થયા બાદ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એજાઝ પટેલને બાંગ્લાદેશ સામે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટીમના કોચ ગેરી સ્ટેડે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સારા ફાસ્ટ બોલરોને તક આપવાનો નિર્ણય કર્યો છે.
ન્યૂઝીલેન્ડના ડાબોડી સ્પિનર એજાઝ પટેલે ટીમમાં પસંદગી ન થતાં કહ્યું હતું કે, તેને આશા છે કે ન્યૂઝીલેન્ડના ગ્રાઉન્ડસમેન પણ ઘરઆંગણે સ્પિન વિકેટ તૈયાર કરશે અને કલાને વધુ પ્રેરિત કરશે. એજાઝ પટેલે ભારતીય ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા એજાઝે UAEમાં પાકિસ્તાન સામે કિવી ટીમની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમમાંથી બહાર થયા બાદ ઈજાઝે કહ્યું, ‘મેં મારી નિરાશા કોચ ગેરી સ્ટેડ સાથે શેર કરી હતી. હું કહેવા માંગતો હતો કે હું ન્યૂઝીલેન્ડ માટે કોઈપણ સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તૈયાર છું. બાંગ્લાદેશ સામે કિવિ ટીમે ટીમમાં સ્પિનર તરીકે માત્ર રચિન રવિન્દ્રની પસંદગી કરી છે. ન્યુઝીલેન્ડની આ ટીમમાં કેપ્ટન કેન વિલિયમસન પણ નથી. વિલિયમસન ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વિલિયમસનની જગ્યાએ ટોમ લાથમ ટીમનું નેતૃત્વ કરશે. એજાઝ પટેલે કહ્યું કે તે પુનરાગમન માટે સખત મહેનત કરશે.

