HomeNationalકેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બ્લેકમેલ કરી ખંડણી માંગવાની કોશિશ !...

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બ્લેકમેલ કરી ખંડણી માંગવાની કોશિશ ! : દિલ્હી પોલીસે 5ની કરી ધરપકડ

નવી દિલ્હી, શુક્રવાર

  કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બ્લેકમેલ કરીને ખંડણી માંગવાની કોશિશનો મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલામાં 5 આરોપીઓને ધરપકડ કરી છે અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા યુપીના લખીમપુર ખીરી કાંડમાં ખેડૂતોની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છે.

  દિલ્હી પોલીસે કહ્યું છે કે ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના સ્ટાફ પાસેથી ફરિયાદ મળી હતી કે તેમને નાણાં માટે ફોન આવ્યો. તેના પછી નવી દિલ્હી જિલ્લામાં એક એફઆઈઆર નોંધવામાં આવી તી. ઘટનાની તપાસ બાદ પોલીસે ખંડણી માટે કૉલ કરવાના આરોપમાં 5 લોકોને એરેસ્ટ કરી લીધા છે ઝડપાયેલા પાંચમાંથી 4 આરોપી નોઈડાથી છે અને 1 આરોપી દિલ્હીથી એરેસ્ટ કરાયો છે.

  મહત્વપૂર્ણ છે કે યુપીના લખીમપુર ખીરીમાં હિંસામાં ખેડૂતો સહીત 8 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ખેડૂતોની હત્યા આયોજનબદ્ધ ષડયંત્ર હતું. આ રિપોર્ટના આવ્યા બાદ એસઆઈટીની અપીલ પર જિલ્લાની કોર્ટે આશિષ મિશ્રા સહીત અન્ય આપીઓ પર હત્યાનો કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બહાદથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રા ટેનીની બરખાસ્તગીની માગણી તેજ થવા લાગી છે. વિપક્ષ સતત કેન્દ્ર સરકારને અજય મિશ્રાને મંત્રીમંડળમાંથી હટાવવાની માગણી કરી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW