HomeNationalકપૂરથલા લિંચિંગ મામલે ગુરુદ્વારાનો કેરટેકર એરેસ્ટ, પંજાબના CM ચન્નીએ કહ્યુ- કોઈ બેઅદબી...

કપૂરથલા લિંચિંગ મામલે ગુરુદ્વારાનો કેરટેકર એરેસ્ટ, પંજાબના CM ચન્નીએ કહ્યુ- કોઈ બેઅદબી થઈ નથી

કપૂરથલા, શુક્રવાર

  પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ શુક્રવારે ઘોષણા કરી છે કે ગત રવિવારે કપૂરથલા જિલ્લાની ગુરુદ્વારામાં કોઈ બેઅદબી થઈ ન હતી. તેમની આ ટીપ્પણી બાદ ગુરુદ્વારાના કેરટેકરની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ચન્નીએ કહ્યુ હતુ કે આરોપી વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવશે.

  ચન્નીએ ચંદીગઢમાં એક પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે કપૂરથલા જિલ્લાના નિજામપુર ગામમાં ગુરુદ્વારામાં બેઅદબીના કોઈ પુરાવા મળ્યા નથી. માર્યા ગયેલા યુવકે કોઈ બેઅદબી કરી ન હતી. એફઆઈઆરમાં સંશોધન કરવામાં આવશે અને હત્યાનો કેસ નોંધવામાં આવશે. 19 ડિસેમ્બરે કપૂરથલાના નિજામપુર ગામમાં એક વ્યક્તિને કથિતપણે ગુરુદ્વારા ઉપરથી શીખોના ધાર્મિક ધ્વજ નિશાનસાહિબને હટાવવાની કોશિશ કરવાના આરોપમાં માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કપૂરથલા પોલીસે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે કોઈ બેઅદબી થઈ નથી અને જે વ્યક્તિને માર મારીને મારી નાખવામાં આવ્યો તે ચોરી કરવાની કોશિશ કરી રહ્યો હતો.

  આના 24 કલાકથી પણ ઓછા સમય પહેલા અમૃતસરના સ્વર્ણમંદિરની અંદર એક વ્યક્તિને શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબને અપવિત્ર કરવાની કથિત કોશિશના આરોપમાં માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. અમૃતસર અને કપૂરથલાના મૃતકોની ઓળખ દસ્તાવેજોની અનુપલબ્ધતાને કારણે થઈ શકી નથી. પંજાબ પોલીસે આ વાતની તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે શું આ આરોપીઓ એકબીજાને જાણતા હતા અથવા કોઈ ષડયંત્રનો ભાગ હતા. પોલીસ આરોપીઓની ઓળખ માટે તેમના બાયોમેટ્રિક પ્રિંટને સ્કેન કરવાની કોશિશ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે સ્વર્ણ મંદિર બેઅદબી મામલામાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગર્ભગૃહમાં ઘૂસેલા આરોપીએ સ્વર્ણ મંદિરની અંદર ચાલ કલાકથી વધુ સમય વીતાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW