HomeNationalઓમિક્રોનના ઓછાયા હેઠળ ક્રિસમસ-ન્યૂઈયરમાં ભીડના એકઠા થવા પર 10 રાજ્યોએ લાગાવી રોક,...

ઓમિક્રોનના ઓછાયા હેઠળ ક્રિસમસ-ન્યૂઈયરમાં ભીડના એકઠા થવા પર 10 રાજ્યોએ લાગાવી રોક, MP-UP-ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ

નવી દિલ્હી, શુક્રવાર

  કોરોનાના સંક્રમણ પર કેન્દ્ર સરકારની ચેતવણીએ રાજ્યોને એલર્ટ કરી દીધા છે. નવા ઓમિક્રોન વેરિએન્ટના ખતરાને જોતા અત્યાર સુધીમાં 10 રાજ્યોએ ક્રિસમસ અને ન્યૂઈયર પહેલા પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. કડકાઈ દાખવતા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.

  દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઓડિશામાં ક્રિસમસ અને ન્યૂ ઈયર સેલિબ્રેશન પર રોક લગાવી દેવામાં આવી છે. તેલંગાણાના એક ગામે ઓમિક્રોનના ખતરાને જોતા ખુદ 10 દિવસનું લોકડાઉન લાગુ કર્યું છે.

મધ્યપ્રદેશ-
મધ્યપ્રદેશમાં 37 દિવસ બાદ ગુરુવારે ફરીથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ સિવાય જિમ, કોચિંગ, થિયેટર, સિનેમાહોલ, સ્વિમિંગ પુલમાં રસીના બંન ડોઝ લઈ ચુકેલા 18 વર્ષથી વધુ વયના લોકોને જ એન્ટ્રી મળશે.

રાજસ્થાન
  રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેર બાદથી જ નાઈટ કર્ફ્યૂ લાગુ છે. જો કે કેસ ઓછા થવાથી કડકાઈ થોડી ઓછી કરવામાં આવી હતી. પરંતુ ઓમિક્રોનના ખતરાને જોતા સરકાર ફરી એલર્ટ મોડમાં છે. ગહલોત સરકારે પણ ગાઈડલાઈન બાબતે વિચારવાનું શરૂ કરી દીધું છે. આના સંદર્ભે બેઠકમાં નિર્ણય લેવાશે.

ગુજરાત-
  ગુજરાતના આઠ મુખ્ય શહેરોમાં 31 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ છે. પ્રતિબંધવાળા શહેરોમાં અમદાવાદ, રાજકોટ, સૂરત, વડોદરા,જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સામેલ છે. નાઈટ કર્ફ્યૂનો ટાઈમિંગ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. હાલ નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો હેઠળ રેસ્ટોરેન્ટ મધરાત્રિ સુધી 75 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહી શકે છે. મધરાત સુધી હોમ ડિલીવરી અને ટેકઅવે સેવાઓને પણ મંજૂરી અપાય છે.

યુપીના નોઈડા-લખનૌમાં કલમ-144 લાગુ
  યુપીમાં શુક્રવારે નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો આદેશ જાહેર કરાયો છે. સરકારે 25 ડિસેમ્બરથી તેના લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે યુપીના નોઈડા અને લખનૌમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ-144 લાગુ કરી દીધી છે.

દિલ્હીમાં ક્રિસમસ-ન્યૂ ઈયર સેલિબ્રેશન પર ફુલ સ્ટોપ-
  દિલ્હીમાં ક્રિસમસ અને ન્યૂઈયર પર થનારા પબ્લિક સેલિબ્રેશન પર રોક લગાવી દેવામાં આવી છે. ડીડીએમએના આદેશ મુજબ, આગામી આદેશ સુધી કોઈપણ હોટલ, બાર અથવા રેસ્ટોરેન્ટમાં 50 ટકા સિંટિંગ કેપેસિટીની જ મંજૂરી રહેશે.

મહારાષ્ટ્ર-
  મહારાષ્ટ્રમાં ફરીથી સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ નગરનિગમે ક્રિસમસ અને ન્યૂ ઈયરના પબ્લિક સેલિબ્રેશનની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે આયોજન સ્થાન પર 50 ટકાની ક્ષમતા સુધી જ લોકો એકઠા થઈ શકશે. નાસિકમાં વેક્સિનેશન નહીં કરાવનારાઓને મોલ્સ અને સરકારી ઓફિસામાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી છે.

તેલંગાણા-
  તેલંગાણામાં ઓમિક્રોન વેરિએન્ટના 38 કેસ મળ્યા છે. તેલંગાણાના ગડેમ ગામમાં ઓમિક્રોનનો એક કેસ મળ્યા બાદ સૌએ સંમતિથી 10 દિવસનું લોકડાઉન લગાવી દીધું છે.

કર્ણાટક-
  કર્ણાટકમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી સતત બીજા વર્ષે નવા વર્ષની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી છે. જો કે ક્રિસમસની ઉજવણી પર રોક નથી, પરંતુ ચર્ચોમાં મોટા પ્રમાણમાં ભીડ એકઠી થવા પર રોક લગાવાય છે.

તમિલનાડુ-
  તમિલનાડુમાં ન્યૂ ઈયર અને ક્રિસમસ સેલિબ્રેશન પર કોઈ મોટી રોક લગાવાય નથી. પરંતુ હોટલો અને ક્લબોમાં માત્ર કોરોના વેક્સિનેશન પૂર્ણ કરાવી ચુકેલાઓને જ પ્રવેશ આપવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. ચેન્નઈના સમુદ્રી બીચ પર પણ મર્યાદીત સંખ્યામાં જ લોકો ન્યૂ ઈયર સેલિબ્રેટ કરી શકશે.

ઓડિશા-
  ઓડિશામાં ન્યૂ ઈયરને લઈને થનારી પાર્ટીઓના આયોજન પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. ઓડિશાની હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને પબ્લિક પ્લેસિસ પર આ રોક 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી લાગુ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW