HomeGujaratગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ : 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો

ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ : 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો

અમદાવાદ, શુક્રવાર

   રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે રાત્રિ કર્ફ્યૂના સમયમાં સરકારે વધારો કર્યો છે. સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

   રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બીજી બાજુ પોલીસ તરફથી જબરદસ્ત કડકાઈ કરવામાં આવશે.રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો થતા હવે 31મી ડિસેમ્બરની ઉજવણી શહેરીજનો માટે ફિક્કી રહેશે, એટલે કે તમે થર્ટી ફર્સ્ટની ઉજવણી જાહેર રસ્તા પર કરી શકાશે નહીં.નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 20 તારીખે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW