શિયાળામાં માવઠાઓ એ હવે આરામ લીધો છે તેથી હવામાન સુકું બનતાની સાથે જ ઠંડીએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ તેમજ કાશ્મીરમાં ભારે બરફ વર્ષાને લીધે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીના મોજા ફરી વળ્યા છે.ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 24 તારીખથી લઈને 29 તારીખ સુધી અતિશય ઠંડી પડશે.. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં તાપમાન 5 ડીગ્રી કરતા પણ નીચે જતું રેહશે.. તો બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 6 ડીગ્રી જોવા મળશે. અસહ્ય ઠંડીને લીધે કોલ્ડવેવ જેવી સ્થિતિ ઉભી થશે. દિવસે તેમજ રાત્રે ઠંડીનું પ્રમાણ વધતું જ જશે. કચ્છ અને સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં પણ તાપમાન 8 ડીગ્રી કરતા નીચું નોંધાશે. આટલા ઓછા તાપમાનમાં શરીરના અમુક અંગો પણ કામ કરતા બંધ થઈ જાય છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ ઠંડીનું મોજું 29 તારીખ સુધી યથાવત રેહશે..

માવઠા અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મોટા ભાગે વર્ષ પૂરું થતા થતા એકાદું માવઠું કહેર વરસાવીને ખેદાન મેદાન કરી નાખતું હોઈ છે. એવી જ રીતે આ વર્ષે પણ પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે તેમજ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધેથી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો માવઠાઓ વરસવાની આગાહી રહેલી છે.આ સાથે સાથે જે વિસ્તારોમાં ઠંડીનો માહોલ વધારે છે તે વિસ્તારોમાં પણ માવઠા વરસવાની ભારે શક્યતાઓ રહેલી છે. માવઠાઓની આગાહી વાંચીને દરેક ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણકે અનિયમિત માવઠા અને કડકડતી ઠંડીને લીધે પાકને ભારે પ્રમાણમાં નુકસાનની ભીતિઓ રહેલી હોઈ છે.હાલ ગુજરાતમાં ટોટલ 7 શહેરોમાં તાપમાન 9 ડીગ્રી કરતા પણ નીચું ગયું છે. જેમાં નલીયામાં તો 4 ડીગ્રી તેમજ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 8 ડીગ્રી નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં લોકો ઠંડીથી ઠુંઠવાય છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં ઠંડીએ માથું ઊંચકી લીધું છે.
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. ગુજરાતના અનેક ભાગોમા કમોસમી વરસાદ જોવા મળવાનો છે. અરબ મહાસાગરની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના અનેક ભાગોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના શહેરોમાં માવઠુ થવાની શક્યતા છે.

