HomeGujaratમુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

ગાંધીનગર, ગુરૂવાર

  રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

  મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશ થી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝ ની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW