HomeNationalકોરોના વેરિએન્ટ ઓમિક્રોનના કારણે પ્રતિબંધની વાપસી-જાણો ક્યાં કેવી છે કડકાઈ ? :...

કોરોના વેરિએન્ટ ઓમિક્રોનના કારણે પ્રતિબંધની વાપસી-જાણો ક્યાં કેવી છે કડકાઈ ? : PM મોદીએ બોલાવી બેઠક

નવી દિલ્હી, ગુરુવાર

  દેશમાં કોરોનાના નવા વેરિએટ ઓમિક્રોનના વધતા મામલા ક્યાંક કોરોનાની મહાલહેર બની જાય નહીં, તેના માટે કેન્દ્ર સરકારે મંગળવારે જ પત્ર લખીને તમામ રાજ્યને સાવચેત કરતા કેટલાક સૂચનો પણ આપ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરી રહ્યા છે. રાજ્ય સરકારો પણ પત્રના એક દિવસ બાદ હરકતમાં આવી ચુકી છે અને ક્રિસમસને લઈને નવા વર્ષની ઉજવણીને લઈને ઘણાં પ્રતિબંધોનું એલાન કરવામાં આવ્યું છે. તો કેટલાક રાજ્યોમાં 18 વર્ષથી વધુ વયના તમામ સ્ટૂડન્ટ્સ માટે કોરોનાનું વેક્સિનેશન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તો કેટલાક વિદેશથી આવનારા કોરોના પોઝિટિવ પ્રવાસીઓ માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વારંટાઈન અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. આવો જાણીએ કે ક્યાં રાજ્યોમાં કોરોના સંબંધિત ક્યાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

દિલ્હી-
ઓમિક્રોન મામામલાની રાજધાની બની ચુકેલી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે 6 માસ બાદ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષ પર તમામ પ્રકારની ઉજવણી પર રોક લગાવી દીધી છે. સરકારે અત્યાર સુધીમાં સમારંભમાં સામેલ થનારા લોકોની મર્યાદા નક્કી કરી નથી. પરંતુ તમામ સામાજીક, રાજકીય, ખેલ, મનોરંજન, ધાર્મિક, સાંસ્કૃતિક અને તહેવાર સંબંધિત ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી છે. બેંક્વેટ હોલોમાં મીટિંગ, કોન્ફરન્સ, લગ્ન અને પ્રદર્શની સિવાય કોઈપણ કાર્યક્રમ માટે સંચાલિત કરી શકાશે નહીં. તો રેસ્ટોરન્ટ, અને બાર પણ 50 ટકાની ક્ષમતા સાથે જ ચલાવી શકાય છે.

નોઈડા (યુપી)-
  ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ઉત્તરપ્રદેશના નોઈડા અને લખનૌમાં યોગી સરકારે 31 ડિસેમ્બર સુધી કલમ-144 લાગુ કરી દીધી છે.

પશ્ચિમ બંગાળ-
  પ.બંગાળની સરકારે બુધવારે જોખમવાલા દેશોમાંથી ભારત આવનારા કોરોના સંક્રમિતો માટે સાત દિવસના ઈન્સ્ટિટ્યૂશનલ હોસ્પિટલલાઈઝેશન અને આઈસોલેશનને અનિવાર્ય કરી દીધું છે. રાજ્યના આરોગ્ય વિભાગે એમ પણ કહ્યું છે કે જો જીનોમ સિક્વેન્સિંગમાં કોઈ ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવે છે, તો તેને સતત બે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવવા સુધી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં નહીં આવે.

મહારાષ્ટ્ર –
  ઓમિક્રોનના વધતા મામલાને જોતા મહારાષ્ટ્ર સરકારે ફરીથી સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવાર સુધીમાં ઓમિક્રોનના 65 કેસ નોંધાય ચુક્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે અને બંધ પરિસરોમાં 50 ટકાની ક્ષમતા સાથે સંચાલન કરવાનો આદેશ આપ્યો છે તો ખુલ્લા પરિસરોને 25 ટકાની ક્ષમતા સાથે સંચાલિત કરી શકાય છે.

હરિયાણા-
  હરિયાણામાં 1 જાન્યુઆરીથી 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓ માટે રસીકરણને અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ હવે હોટલ, બાર, શોપિંગ મોલ, દારૂની દુકાન, અનાજ મંડીઓ, લોકલ માર્કેટ, હાટમાં એન્ટ્રી માટે પણ કોરોના વેક્સિનેશન અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. આ પ્રકારે રસીના બંને ડોઝ લીધા વગર કોઈ સરકારી કર્મચારીને કાર્યાલયમાં પ્રવેશની મંજૂરી નથી. ટ્રક અને ઓટોરિક્ષા યૂનિયનોએ પણ રસીના બંને ડોઝ લેનારાઓને જ પ્રવાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. હરિયાણા સરકારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ પગલું એટલા માટે ઉઠાવાય રહ્યું છે, કારણ કે રાજ્યમાં 93 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, પરંતુ બીજો ડોઝ માત્ર 60 ટકા લોકોએ જ લીધો છે.

કર્ણાટક-
  આરોગ્ય વિભાગે બુધવારે આદેશ જાહેર કર્યો છેકે કોઈપણ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવનારા પ્રાઈમરી અને સેકન્ડરી કોન્ટેક્ટ્સના ટ્રેસિંગ અને ટ્રેકિંગ 24 કલાકની અંદર કરવામાં આવશે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 19 કેસ આવી ચુક્યા છે અને તમામ એસિમ્પ્ટોમેટિક છે. સરકારે ક્લબ, પબ, રેસ્ટોરન્ટ અને હોટલો પર પણ 30 ડિસેમ્બરથી ઘણાં પ્રતિબંધો લગાવવાનું એલાન કર્યું છે.

કેરળ-
  કોરોનાની મહામારીનો ખરાબ રીતે માર સહન કરનારા કેરળમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધીને 24 થયા છે. કેરળમાં હાલ બિનજોખમી દેશોમાંથી આવનારા પ્રવાસીઓના સેમ્પલોના જીનોમ સિક્વેન્સિંગને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત-
  ગુજરાત સરકારે રાજ્યના આઠ મોટા શહેરોમાં 31 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW