HomeGujaratઅંલગમાં 2 વિવાદાસ્પદ જહાજો મામલે સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી

અંલગમાં 2 વિવાદાસ્પદ જહાજો મામલે સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી

ભાવનગર,ગુરુવાર

  સમૃદ્ધ કિનારેથી અનેકવાર જહાજોમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોય છે તેમજ તસ્કરીનું આખું કૌભાંડ ચાલતું હોય છે ત્યારે કસ્ટમ વિભાગે સક્રિય જોવા મળી રહ્યું છે અંલગ ખાતે આવેલા આ જહાજો ભંગાણ અર્થે આવ્યા હતા પરતું તેના દસ્તાવેજોમાં ચેડા કરાયા હોવાનું સામે આવતા અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકાએ હાલ જુદી જુદી એજન્સીઓ તપાસના કામે લાગી છે. તેમના દ્વારા જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા વધુ બે જહાજોને સીઝ કરવામાં આવ્યા હતા. આ જહાજો ભંગાણ અર્થે આવ્યા પરતું જહાજના દસ્તાવેજો અને આઈએમઓ નંબર ખોટા બતાવવામાં આવ્યા હતા. જે બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ હતી અને બંને જાબાજોને એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા હવે તપાસ એજન્સીઓ દ્વારા જહાજને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. IMO નંબર તેમજ ખોટા દસ્તાવેજ મામલે સુરક્ષા એજન્સીઓએ બે સ્થાનિક એજન્ટની ધરપકડ કરી છે તેમજ જહાજના કેપ્ટન રાહુલ ચૌધરીની પણ અટકાયત કરવામાં આવી છે.

  જહાજ પાછળ મુખ્ય ષડયંત્રકાર તહીર લાખાણીની પૂછપરછ માટે એજન્સીઓ દુબઈ પણ જશે એવી વિગતો સામે આવી છે. આ બે જહાજોને બે દિવસ પહેલાજ જ સિઝ કરવામાં આવ્યા હતા જહાજ સીલ કરાયા બાદ જહાજોને એજન્સીઓને અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકા ઉપજી હતી જે બાદ હવે સેવાઈ રહી છે. કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

  મહત્વનુ છે કે અગાઉ પણ શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં અમેરિકાના પ્રતિબંધિત જહાજને DRIએ સીઝ કર્યું હતું, જહાજનું નામ અને IMO નંબર બદલી શિપયાર્ડમાં ભાંગવા માટે આવતા DRIને શંકા ગઈ હતી જે બાદ જહાજને સીલ કરાયું હતું. બે દિવસ પહેલા કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ જહાજોને ખોટા દસ્તાવેજો આઇએમઓ નંબર સાથે ચેડાં કરીને લાવવામાં આવ્યા બાદ જહાજોને અંલગ શિપબ્રેકિંગ યાર્ડમાં લવાયા હતા.મહત્વનું છે કે અંગલમાં એક જ સપ્તાહમાં 3 જહાજની તપાસ કરીને એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW