HomeGujaratમોરબીમાં યુવા આર્મી ‌ગ્રુપે ઇમરજન્સી 13 બોટલ બ્લડની વ્યવસ્થા કરી

મોરબીમાં યુવા આર્મી ‌ગ્રુપે ઇમરજન્સી 13 બોટલ બ્લડની વ્યવસ્થા કરી

મોરબી :

મોરબીના વાધરવા ગામે વસતા રાજદીપસિંહ જાડેજા ને માથાના ભાગે ઈજા‌ થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન માટે થયને રાત્રે “ઓ પોઝિટિવ” બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી જેની જાણ તેમના પરિવાર ના સભ્યો દ્વારા યુવા આર્મી ગ્રુપ ને કરાતા યુવા આર્મી ગ્રુપ, મોરબીના સભ્યો દ્વારા રાત્રે ‌જ બ્લડ ડોનેટ કરી ૪ બોટલ બ્લડ ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તદુપરાંત કાલે સરકારી હોસ્પિટલ માટે ૭ તથા ગોકુળ હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ દર્દી માટે ૨ બોટલ બ્લડ મળીને ૧૩ બોટલ બ્લડ ની વ્યવસ્થા યુવા આર્મી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જે બદલ દર્દીના પરીજનો દ્વારા યુવા આર્મી ગ્રુપ ના સભ્યો નો આભાર માનવામાં આવ્યો હતો.
બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે રક્તદાન રુપી સેવાકાર્ય ‌મા‌ જોડાવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW