ફિલ્મ ‘ગદર-2’ રીલિઝ થાય એ પહેલા જ એના શુટિંગ વખતથી ચર્ચામાં રહી છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક નવો મુદ્દો સામે આવી રહ્યો છે. જેમાં લોકેશન માલિકે ફિલ્મ મેકર્સને રૂ.56 લાખનું બિલ ફટકાર્યું છે. પાલમપુરના ભલેડ ગામમાં છેલ્લા દસ દિવસથી સની દેઓલ અને અમીષા પટેલ આ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મના ઘણા સીન અહીં શુટ કરવામાં આવ્યા છે. કાંગડા પાલમપુરના ભલેડ ગામમાં ફિલ્મ માટે સની દેઓલ તથા અમીષા પટેલ સાથે અન્ય ફિલ્મી કલાકારો પણ જોવા મળ્યા છે.

સતત દસ દિવસ સુધી લાઈટ, કેમેરા એક્શન જેવા શબ્દો ગ્રામજનોના કાને પડઘાયા હતા. જોકે, આ માહોલ વચ્ચે એક વિવાદ પણ સામે આવ્યો છે. જે ઘરમાં આ ફિલ્મનું શુટિંગ થયું છે એ ઘરના માલિકે એવો આરોપ લગાવ્યો છે કે, એની સાથે છેત્તરપિંડી થઈ છે. મકાન માલિકનું માનવામાં આવે તો શુટિંગ માટે માત્ર ત્રણ કેમેરા અને એક હોલ માટે રૂ.11000 પ્રતિદિવસ લેખે પૈસા નક્કી થયા હતા. પણ ફિલ્મમાં આખું ઘર સહિત બે કેનાલ, જમીન તથા મોટાભાઈનું ઘરમાં શુટિંગના ઉપયોગમાં લેવાયું હતું. તેથી મકાન માલિકે રૂ.56 લાખનું બિલ બનાવી નાંખ્યું છે. જે બિલ સામે આવતા ફિલ્મ મેકર્સના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે ઘરના લોકો એવું કહે છે કે, અમારી સાથે છેત્તરપિંડી કરવામાં આવી છે. અમારી સાથે જે કમિટમેન્ટ થયું એ પૂર્ણ થયું નથી. અમને કંપની તરફથી માત્ર રૂ.11000 આપવામાં આવ્યા છે. જે અમે પાછા આપી દીધા છે. અમારી વિનંતી છે કે, ઘરના તમામ સીનનો ફિલ્મમાં ઉપયોગ ન કરે. આ ફિલ્મને પહેલો ભાગ વર્ષ 2001માં આવ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ પુરવાર થઈ હતી. ખાસ કરીને સીન દેઓલની એક્ટિંગના પણ વખાણ થયા હતા. આ સાથે સ્ટોરી પણ મજબુત રહી હતી. આ ફિલ્મ એક સિક્વલ છે.

આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ લીડ રોલમાં છે. બે દાયકા બાદ આ ફિલ્મ ફરી બોક્સ ઓફિસ પર આવી રહી છે. ફિલ્મને લઈને ચાહકો એક્સાઈટેડ છે. પણ ફિલ્મ પહેલા વિવાદ સામે આવતા મામલો ગુંચવાયો છે. જોકે આ મામલે ફિલ્મના પ્રોડ્યુસર કે કંપનીએ કોઈ પ્રકારની ટિપ્પણીઓ સામે આવી નથી. માત્ર મકાન માલિકનો દાવો અને એ પરિવારના લોકો આ રીતે થયેલા ચિટિંગનો વિરોધ કરી રહ્યા છે. જોકે, સુત્રોનું માનવામાં આવે તો ટીમ અહીંથી શુટિંગ કરીને જતી રહી છે.

