HomeGujaratCM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક

ગાંધીનગર,બુધવાર

  પેપર લીક થયાં બાદ ગુજરાતના રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે એક્શનમાં આવી હતી અને તપાસના આદેશ આપીને 14 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી પણ કરી છે. તો મંગળવારે રાજ્ય સરકારની એક હાઈ લેવલ બેઠકમાં ચર્ચા બાદ સમગ્ર પરીક્ષા રદ્દ કરીને નવી આગામી માર્ચ મહિનામાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવી પરીક્ષા અને સુરક્ષા વ્યવસ્થા મામલે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

  આગામી સમયમાં વાયબ્રન્ટ સમિટ ગુજરાતને આંગણે યોજાવાની છે. અને ત્યારે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. તો સરપંચ સંમેલન મુદ્દે પણ મંથન કરાઈ શકે છે. તો 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા આજે લેવામાં આવી શકે છે તેમજ આ બેઠકમાં રાજ્યમાં વધી રહેલ કોરોના કેસ, કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ બાબતે ચર્ચા થશે. આ સાથે જ રાજ્યમાં ગેરકાયદે ડ્રગ્સ હેરાફેરી બાબતે કેબિનેટમાં ચર્ચા થશે. તો બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને ઓફલાઈન શિક્ષણ ફરી થોડા સમય માટે બંધ કરવાની નિષ્ણાંતોની માગણી મુદ્દે પણ મંથન કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW