HomeGujaratપેપરલીક કાંડ : આમ આદમી પાર્ટીનું આંદોલન ગુજરાતમાં ઉગ્ર બનશે, દિલ્હીના મુખ્યમંત્રી...

પેપરલીક કાંડ : આમ આદમી પાર્ટીનું આંદોલન ગુજરાતમાં ઉગ્ર બનશે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત આવી શકે

ગાંધીનગર, બુધવાર

  હેડ ક્લાર્ક પેપરલીક કાંડ બાદ રાજ્યમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે અને ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા કમલમનો ઘેરાવ કરવામાં આવ્યો ત્યારે આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભાજપની મહિલા કાર્યકરે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિત સામે દારૂ પીને આવીને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે 65 પુરૂષ અને 28 મહિલાઓ સહીત કુલ ૯૩ની ધરપકડ કરી હતી.

  આ મામલો હવે રાજ્યમાં ઉગ્ર બની રહ્યો છે અને તેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી શકે છે અને એ તે માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ આજે અમદાવાદ આવી પહોંચશે અને માહિતી મેળવીને પ્રેસ કોન્ફરન્સ કરશે અને આગળની આંદોલનાત્મક કાર્યક્રમો પણ ઘડી કાઢશે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં આપનું આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ દારૂના નશામાં હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

  હેડ ક્લાર્ક પેપરલીક કાંડ બાદ રાજ્યમાં ભાજપ સરકાર સામે લાખો શિક્ષિત ઉમેદવારોમાં રોષ જાેવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ કમલમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સમયે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો બિચકતાં પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ ટ્‌વીસ્ટ ત્યારે આવ્યું કે, જ્યારે ભાજપના મહિલા કાર્યકરે આપના ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ દારૂના નશામાં આવ્યા હતા અને છેડતી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને બાદમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે તાબડતોડ આમ આદમી પાર્ટીના 65 પુરુષ અને 28 મહિલાઓની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ આ ફરિયાદને વખોડી કાઢી હતી.

  બીજી તરફ જ્યારે ઈસુદાન ગઢવીને આલ્કોહોલ ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે પણ મીડિયા સાથે કોઈ વાત ચીત કરવા દેવામાં આવી નહોતી અને ઈસુદાનની બોચી પકડીને પોલીસ લઈ ગઈ હતી. ગુજરાતની ભાજપ સરકારે ગુંડાગીરી કરીને આપના કાર્યકરો ઉપર અત્યાચાર કર્યો હોવાનું આપના કાર્યકરો જણાવી રહ્યા છે. આ ઘટનાના છેક દિલ્હી સુધી પડઘા પડ્યા છે અને હવે નજીકના દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી શકે છે અને ભાજપ સરકાર સામે મોરચો માંડી શકે છે. આ  પહેલાં આજે એટલે કે બુધવારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ સમગ્ર ઘટનાની માહિતી મેળવીને બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને આગળની રણનીતિ નક્કી કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW