HomeNationalપૂર્વ મંત્રી મજીઠિયા પર ડ્રગ્સ મામલામાં કેસ થતા ધરપકડનું કાઉન્ટડાઉન, અકાલી નેતા...

પૂર્વ મંત્રી મજીઠિયા પર ડ્રગ્સ મામલામાં કેસ થતા ધરપકડનું કાઉન્ટડાઉન, અકાલી નેતા થયા અંડરગ્રાઉન્ડ

ચંદીગઢ, મંગળવાર

  પંજાબના રાજકારણમાં નવો વિસ્ફોટ થયો છે. ચન્ની સરકારે મધરાતે અકાલી નેતા અને પૂર્વ મંત્રી વિક્રમ મજીઠિયાની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. આ કેસ મોહાલીમાં બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને સ્ટેટ ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે. મજીઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસને લઈને સતત આરોપો થઈ રહ્યા છે. આ કેસમાં એનડીપીએસ એક્ટની કલમ- 25/27A/29 હેઠળ કેસ નોંધાયેલો છે.

  આના પર પ્રતિક્રિયા આપતા ગૃહ વિભાગ સંભાળી રહેલા ડેપ્યુટી મુખ્યમંત્રી સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યુ છે કે મજીઠિયાને એરેસ્ટ કરવામાં આવશે. જો નાશાખોરીની સામગ્રી વેચનાર એરેસ્ટ થઈ શકે છે, તો મજીઠિયાને પણ પકડવામાં આવશે. બીજી તરફ સૂત્રો પ્રમાણે, અકાલી દળને આની ભનક પહેલા જ લાગી ચુકી હતી. મજીઠિયાના અંડરગ્રાઉન્ડ થવાની ચર્ચા છે. જણાવવામાં આવે છે કે તેઓ પંજાબમાંથી બહાર જઈ ચુક્યા છે. તેમની સાથે પંજાબ પોલીસના જવાનો નથી. તેઓ માત્ર કેન્દ્રી સુરક્ષા દળોના જવાનોને સાથે લઈ ગયા છે.

  આ મામલામાં હવે સવાલ મજીઠિયા પર નોંધવામાં આવેલી એફઆઈઆરને લઈને ઉઠી રહ્યા છે. હજી સુધી પંજાબ પોલીસે આની કૉપી જાહેર કરી નથી. પંજાબમાં ગહ વિભાગ જોઈ રહેલા ડેપ્યુટી સીએમ રંધાવાએ કહ્યુ છે કે હજી તેમને પણ એફઆઈઆરની કોપી મળી નથી. આ કામ પોલીસનું છે. તેમની આમા કોઈ દખલગીરી નથી. જો કે એફઆઈઆર કોઈનાથી છૂપાવાય રહી નથી. જલ્દી તેને જાહેર કરી દેવામાં આવશે.

  અત્યાર સુધીની જાણકારી પ્રમાણે વિક્રમ મજીઠિયા વિરુદ્ધ સ્પેશયલ ટાસ્ક ફોર્સના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટ 2018માં એડીજીપી હરપ્રીત સિદ્ધૂની આગેવાનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેમા મજીઠિયાનું નામ હોવાનો દાવો છે. તેના સંદર્ભે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધૂ પણ દાવો કરતા રહ્યા છે.

  આ મામલામાં હાઈકોર્ટમાં જમા સીલબંધ એસટીએફ રિપોર્ટને લઈને ખાસું રાજકારણ થતું રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસની અંદર તેને લઈને સિદ્ધૂ અને ચન્ની સરકાર વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. તેના પછી સિદ્ધૂના દબાણમાં પહેલા એડવોકેટ જનરલ બદલવામાં આવ્યા હતા. એપીએસ દેયોલને હટાવીને એજી બનેલા ડી. એસ. પટવાલિયાએ હાઈકોર્ટમાં કહ્યુ કે એસટીએફ રિપોર્ટને ખોલવા પર કોઈ રોક નથી. તેના પછી હાઈકોર્ટે સરકારને ઠપકો લગાવ્યો કે તો પછી તેમણે હજી સુધી આના પર કાર્યવાહી કેમ કરી નથી. માટે હવે સરકાર સંપૂર્ણપણે હરકતમાં આવી ગઈ છે.

  પંજાબમાં કેટલાક દિવસ પહેલા બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધઇકારીઓ સતત રજા પર જવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે એડીજીપી એસ. કે. અસ્થાના અચાનક મેડિકલ લીવ પર ચાલ્યા ગયા. તેને લઈને બાબલ થઈ તો તેઓ હોસ્પિલમાં એડમિટ થયા. તેના પછી તેમણે ડીજીપીને લખેલા પત્રના કેટલાક અંશ પણ લીક થયા. તેમણે આમા કહ્યુ હતુ કે મજીઠિયા પર આવા પ્રકારની કાર્યવાહી કરી શકાય નહીં. અકાલીદળના નેતા વિરસાસિંહ વલ્ટોહાએ કહ્યુ કે વિક્રમ મજીઠિયાને જાણીજોઈને ફસાવાય રહ્યા છે. ચન્ની સરકાર પાસે કોઈ મુદ્દો નથી, માટે આ નવોવિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના 3 એડીજીપીએ આનો ઈન્કાર કર્યો હતો. તેના પછી ચન્ની સરકારે ડીજીપી બદલ્યા અને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW