તુર્કી, મંગળવાર
તુર્કીના ચલણ લીરામાં સોમવારે ફરી એકવાર રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપ્રમુખ રેચેપ તૈયપ અર્દોગાને ઈસ્લામિક શિક્ષણને ટાંકીને વ્યાજદરોમાં ઘટાડો ચાલુ રાખવાનો વાયદો કર્યો છે. તેના પછી તુર્કીની રાષ્ટ્રીય મુદ્રા લીરામાં ડોલરના મુકાબલે 5 ટકાનો ઘટાડો થયો છે. દેશના એક ટેલિવિઝન ચેનલથી સંબોધમાં અર્દોગાને કહ્યુ છે કે ઈસ્લામમાં ઓછું વ્યાજ અથવા તો પછી વ્યાજ નહીં લેવાનો ઉલ્લેખ છે. માટે તેમની પાસે વધુ કંઈ કરવાની આશા કરવામાં આવે નહીં. અર્દોગાને કહ્યુ છે કે ફરિયાદ કરવામાં આવે છે કે અમે વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છીએ. આનાથી અલગ મારી પાસે કોઈ આશા કરશો નહીં. એક મુસ્લિમ હોવાના નેતા હું ઈસ્લામના શિક્ષણ હેઠળ કામ કરતો રહીશ.
સોમવારે શરૂઆતના એશિયન કારોબારમાં લીરા 6 ટકાથી વધુ કમજોર થઈને 17.624 પ્રતિ ડોલર પર આવી ગયો. લીરામાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગત ત્રણ માસમાં તેણે પોતાનું લગભગ અડધું મૂલ્ય ગુમાવી દીધું છે. આ અવધિમાં વિશ્વના કોઈપણ દેશની મુદ્રામાં આટલો મોટો ઘટાડો નોંધાયો નથી.
તુર્કીમાં આર્થિક બદહાલી માટે અર્દોગાને આ મહીને બે વખત ઈસ્લામનો સહારો લઈને પોતાનો બચાવ કર્યો છે. ઈસ્લામી શિક્ષણ મુસ્લિમોને ઉધાર અથવા ઉધારના નાણાં પર વ્યાજ લેવાની મનાઈ ફરમાવે છે. અર્દોગાને પહેલા પણ એ સમજાવવામાં ઈસ્લામને ટાંક્યો હતો કે તેમનું માનવું છે કે વ્યાજદરો મોંઘવારી ઓછી કરવાને સ્થાને મોંઘવારીનું કારણ બને છે. તેમણે કહ્યુ છે કે લીરાના મૂલ્યમાં ઘટાડો કેટલાક દેશો દ્વારા તુર્કી પર આર્થિક પ્રતિબંધોનું પરિણામ છે. પરંતુ તુર્કી પોતાની નવી આર્થિક નીતિથી પાછળ નહીં હટે. ઓછી ઉધારની લાગત અને સસ્તી મુદ્રાના અર્દોગાનના આર્થિક મોડલ બાદ તુર્કીની મુદ્રા આ વર્ષે ડોલરના મુકાબલે 57 ટકા ગગડી છે.
તુર્કીના ડાંસ્કે બેંક એ એસના વિશ્લેષકો મિન્ના કુસિસ્ટો અને જેકબ ક્રિસ્ટેંસને સોમવારે પ્રકાશિત રિપોર્ટાં લખ્યું છે કે અર્દોઆનની આર્થિક નીતિ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ તુર્કીમાં મોંઘવારીને વધારશે.વિશ્લેષકોએ લખ્યું છે કે ઓછો વ્યાજદર, કમજોર પાયાગત વાતો અને કડક વૈશ્વિક નાણાંકીય સ્થિતિ લીરાને વધુ નીચે લઈ જશે કે જ્યાં સુધી અર્દોગાન પોતાનું વલણ નહીં બદલે.
તુર્કીના મુખ્ય બિઝનસ ગ્રુપ તુસૈદે સરકારની નીતિઓને વિરોધ કર્યો હતો. ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બદહાલી એ જણાવે છે કે હાલની આર્થિક નીતિ નિષ્ફળ સાબિત થશે. જવાબમાં અર્દોગાને તુસૈદ અને પોતાના આલોચકોને ચેતવણી આપતા કહ્યુ હતુ કે તેઓ સરકારને પડકારી શકે નહીં. તેમણે કહ્યુ હતુ કે તમે એક એવી સરકારને સત્તામાં લાવવાનું કામ કરી રહ્યા છો, જેનો તમે ફાયદો ઉઠાવી શકો છે. આ દેશ તમને આમ કરવા દેશે નહીં. કેટલાક દિવસો પહેલા જ તુર્કીથી એવી તસવીરો સામે આવી હતી કે જેમાં લોકો સસ્તી બ્રેડ ખરીદવા માટે લાંબી કતારોમાં ઉભા હતા.

