HomeGujaratપેટ્રોલ-ડીઝલથી રાજ્ય સરકારે 2.02 લાખ કરોડ રૂપિયાની કરી કમાણી, આ રાજ્ય છે...

પેટ્રોલ-ડીઝલથી રાજ્ય સરકારે 2.02 લાખ કરોડ રૂપિયાની કરી કમાણી, આ રાજ્ય છે નંબર વન

કોરોનાની બીજી લહેર હળવી બન્યા બાદ પેટ્રોલીયમ પેદાશોમાં કમ્મરતોડ ભાવ વધારો થઈ રહ્યો છે. જેનાથી કેન્દ્ર સરકારે 4.55 લાખ કરોડ રાજ્ય સરકારે 2.02 લાખ કરોડ રૂપિયાની અધધ… કમાણી કરી છે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ સંસદમાં આ અંગેની માહિતી આપી હતી જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે વિતેલા નાણાકીય વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ અને સેસ પેટે રૂપિયા 4, 55, 069 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાજ્યસભામાંઆ અંગેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, આ પ્રોડક્ટ ઉપર રાજ્યસરકારે સેલ્સ ટેક્સ અને વેટે પેટે રૂપિયા 2, 02, 937 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જો રાજ્યોની વાત કરીએ તો આ કમાણીમાં મહારાષ્ટ્રે તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર સેલ્સ ટેક્સ અને વેટ પેટે રૂ. 25, 430 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યારબાદ બીજા નંબરે ઉત્તરપ્રદેશ 21, 956 કરોડ રૂપિયા તથા તામિલનાડુએ 17, 063 કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા નંબરે રહ્યું છે. આ તમામની વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવો ઘટી રહ્યાં છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રુડ બેરલ દીઠ 68.61 ડોલર અને બ્રેન્ટ ક્રુડ 71.52 ડોલરે બંધ રહ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW