HomeGujaratસેન્સેક્સ 497 અંકના ઉછાળા સાથે 56319 પર બંધ, 3.26 લાખ કરોડ વધી...

સેન્સેક્સ 497 અંકના ઉછાળા સાથે 56319 પર બંધ, 3.26 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ

મુંબઈ, મંગળવાર

   સોમવારે મોટા કડાકા બાદ આજે શેરબજારે જોરદાર બાઉન્સ બેક કર્યું છે. બીએસઈનો સેન્સેક્સ 497 અંક વધીને 56319 પર બંધ થયો છે. આ તેજીથી રોકાણકારોની મિલ્કતમાં 3.26 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સોમવારે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 252.57 લાખ કરોડ રૂપિયા હતી, તે મંગળવારે વધીને 255.83 લાખ કરોડ રૂપિયા થઈ છે.

   આજે સવારે સેન્સેક્સ 480 અંકની તેજી સાથે 56320 પર ખુલ્યો હતો. દિવસમાં તેણે 56900નું ઉપરી સ્તર અને 56047નું નીચલું સ્તર બનાવ્યું હતું. 1070ની બઢત પ્રાપ્ત કરી હતી. જો કે બંધ થતી વખતે તેણે બઢત ગુમાવી અને માત્ર 497 અંક વધ્યો. સેન્સેક્સમાં 30માંથી 7 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. ઘટાડા સાથે બંધ થનારા શેરોમાં મુખ્યત્વે બજાજ ફાયનાન્સ, એક્સિસ બેંક અને પાવરગ્રિડ રહ્યા. બઢતવાળા મુખ્ય શેરોમાં એચસીએલ ટેક, વિપ્રો, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાઈટન, સનફાર્મા અને અલ્ટ્રાટેક સામેલ રહ્યા હતા.

   તો એનએસઈના નિફ્ટીમાં 174 અંકની તેજી જોવા મળી હતી. તે 16788 અંક પર બંધ થયો હતો. દિવસમાં 16936નો હાઈ અને 16688નો લૉ બનાવ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ,મિડ કેપ ઈન્ડેક્સ, નિફ્ટી બેંક અને નિફ્ટી ફાયનાન્શિયલ ઈન્ડેક્સ 1.50 ટકાથી વધુની બઢત સાથે બંધ થયા હતા. તેના 50 સેરોમાંથી 39 શેરો બઢત સાથે અને 11 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. બઢતવાળા મુખ્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, ટાટા સ્ટીલ 2થી 4 ટકા વધ્યા. તેના પહેલા સોમવારે દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી વણસતી સ્થિતિ અને વૈશ્વિક બજારોમાં કમજોરીની અસર ભારતીય શેરબજારો પર જોવા મળી હતી.

   સોમવારે સેન્સેક્સ 1183.73ના ઘટાડા સાથે 55822.01 પર અને નિફ્ટી પણ 371ના ઘટાડા સાથે 16614.20 પર બંધ થયો હતો. જો કે દિવસમાં સેન્સેક્સમાં 1700 અંકથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. પરંતુ બંધ થવાના સમયે તેમાં થોડી રિકવરી જોવા મળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW