મુંબઈ, મંગળવાર
આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજોરો આજે મજબૂતાય સાથે ખુલ્યા. ખુલવાની કેટલીક મિનિટોની અંદર 525 અંકથી વધુની તેજી જોવા મળી હતી. જો કે કેટલીક મિનિટો બાદ બીએસઈનો સેન્સેક્સ 474.31ના ઉછાળા સાથે 56296.32ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. તો નિફ્ટી પણ 144.75 અંકની બઢત સાથે 16785.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. એશિયાના બજારોની મજબૂત શરૂઆત થઈ છે.
આજે કારોબારમાં સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં તેજી જોવા મળી છે. ટાટા સ્ટીલના શેર આજે ટોપ ગેનરના લિસ્ટમાં છે. આ શેર 3.69ની તેજી સાથે 1112.50 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યા છે. તેના સિવાય એચસીએલ ટેક,વિપ્રો, ટેક મહિન્દ્રા, સનફાર્મા, ટાઈટન, એનટીપીસી, ટીસીએસ, રિલાયન્સ વગેરે શેરોમાં તેજી સાથે કારોબાર કરતા દેખાય રહ્યા છે. 21 ડિસેમ્બરે એનએસઈ પર 2 સ્ટોક F&O બેનમાં છે. જા એસ્કોર્ટ્સ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સના નામ સામેલ છે. F&O સેગમેન્ટમાં સામેલ સ્ટોક્સને આ સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખવામાં આવે છે. જેમાં સિક્યોરિટીઝનીપોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટથી વધારે થઈ જાય છે.
સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સના આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજે ખુલી રહ્યો છે અને તે 23 ડિસેમ્બર, 2021 સુધી ખુલો રહેશે. 1100 કરોડ રૂપિયાનો આ પબ્લિક ઈશ્યૂ 100 ટકા ઓફર ફોર સેલ છે અને તેની પ્રાઈસ બેન્ડ 205-216 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બજારના જાણકારો પ્રમામે, સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સના શેર આજે ગ્રે માર્કેટમાં 30 રૂપિયાના પ્રીમિયમની સાથે કારોબાર કરી રહ્યા છે.

