મુંબઈ, મંગળવાર
લાંબા સમય સુધી શારીરિક સંબંધ બનાવ્યા બાદ જો કોઈ લગ્ન કરવાનો ઈન્કાર કરે છે, તો તેને છેતરપિંડી માની શકાય નહીં. નીચલી અદાલત દ્વારા એક યુવકને દોષિત ઠેરવવાના ચુકાદાને પલટાવતા બોમ્બે હાઈકોર્ટે આ ટીપ્પણી કરી છે. પાલઘરના વતની કાશીનાથ ધરાતની વિરુદ્ધ તેની ગલ્રફ્રેન્ડે ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે કલમ-376 અને કલમ-417 હેઠળ બળાત્કાર અને છેતરપિંડીનો મામલો નોંધ્યો હતો. ગર્લફ્રેન્ડનો આરોપ હતો કે કાશીનાથે લગ્નનો વાયદો કરીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને પછી વાયદો પાળ્યો નહીં. આ મામલામાં 19 ફેબ્રુઆરી, 1999ના રોજ અધિક સેશન જજે કાશીનાથને બળાત્કારના આરોપમાંથી બરી કરી દીધો હતો. પરંતુ છેતરપિંડીનો દોષિત ગણાવ્યો હતો.
કોર્ટે કાશીનાથને ત્રણ વર્ષ સુધી લગ્નો વાયદો કરીને સંબંધ બનાવવા અને પછી ફરી જવાના આરોપમાં 1 વર્ષની કડક કેદની સજા ફટકારી હતી. ધરાતે આ આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેંચે તેને છેતરપિંડીના આરોપમાં પણ મુક્ત કરી દીધો. જસ્ટિસ પ્રભુદેસાઈએ કહ્યું હતું કે તથ્ય એ જણાવે છે કે મહિલા અને આરોપી વચ્ચે ત્રણ વર્ષ લાંબી ફિઝિકલ રિલેશનશિપ ચાલી અને બંનનું અફેયર હતું. જસ્ટિસ પ્રભુદેસાઈએ કહ્યું હતું કે મહિલાના નિવેદનોથી એ સાબિત થતું નથી કે તે કોઈપણ પ્રકારના વિશ્વાસઘાતમાં રાખવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આવા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ સાબિત થવું જોઈએ કે મહિલાની સામે લગ્નનો વાયદો કરીને ખોટા તથ્યો મૂકવામાં આવ્યા હતા અને બાદમાં તે વાતો ખોટી સાબિત થઈ. હાઈકોર્ટે કહ્યું હતું કે બે વાતો સાબિત થવી જોઈએ, પહેલી કે ખોટી જાણકારી આપીને લગ્ની વાત કરવામાં આવી હતી. બીજી એ કે વાયદો જ ખોટો હતો અને તેના જાંસામાં આવીને જ મહિલા યૌન સંબંધો માટે રાજી થઈ ગઈ હતી.
બોમ્બે હાઈકોર્ટે ક્હ્યું હતું કે આ મામલામાં એ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે આરોપી મહિલાની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. અહીં એ વાત સાબિત કરવા માટે પુરતા તથ્યો નથી કે મહિલાને ખોટી જાણકારી આપીને આરોપીએ યૌન સંબંધો માટે રાજી કરી હતી. તેવામાં તે લાંબી રિલેશનશિપ બાદ લગ્નથી ઈન્કાર કરવા માટે છેતરપિંડીનો દોષિત માની શકાય નહીં.

