HomeGujaratઅમદાવાદમાં સી.આઇ. સેલના બે દરોડામાં બ્રાન્ડેડ કંપનીના મોબાઇલની કરોડોની ડુપ્લીકેટ એસેસરી હાથ...

અમદાવાદમાં સી.આઇ. સેલના બે દરોડામાં બ્રાન્ડેડ કંપનીના મોબાઇલની કરોડોની ડુપ્લીકેટ એસેસરી હાથ લાગી

ગાંધીનગર, મંગળવાર

   સી.આઇ.સેલના દ્વારા અમદાવાદમાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને જાણીતી બ્રાન્ડેડ કંપનીના મોબાઈલની ડુપ્લીકેટ એસેસરી સહિત કરોડો રૂપિયાનું કાચું મટીરીયલ ઝડપી ને ધરપકડ કરવામાં આવેલા ત્રણ અને અન્ય એક વોન્ટેડ શખ્સ વિરુદ્ધ અમદાવાદ સી.આઇ. ડી. ક્રાઈમ ઝોન પોલીસમાં ગુનો નોંધાયો છે. જેમાં સોની ચાલીમાં આવેલી દુકાનમાંથી 72 લાખ ઉપરાંતની ડુપ્લીકેટ ડિસ્પ્લે અને કોમ્બો જપ્ત કરાયા હતા. જ્યારે બાકરોલ જીઆઇડીસી માંથી 3.66 કરોડ નું ડુપ્લીકેટ હેન્ડ્ઝ ફ્રી બ્રાન્ડેડ કંપનીના માર્કા વાળું કાચું મટીરીયલ હાથ લાગ્યું હતું.

   પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહા નિર્દેશક સી.આઇ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક સી.આઇ.સેલ ગાંધીનગરના સુપરવિઝન હેઠળ વી.એચ. જોષી ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેકટર સી.આઇ.સેલ ગાંધીનગર, જે.એસ.કંડોરિયા ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેકટર સી.આઇ.સેલ ગાંધીનગર અને અન્ય સી.આઇ.સેલ ગાંધીનગર સ્ટાફ દ્વારા અમદાવાદ શહેર સોનાની ચાલી સફલ ટાવર, બી. વિંગ. દુ. નં. બી 15 ગ્રાઉન્ડ ફ્લોર સી. આર.પટેલ નામની દુકાન માં ઓપ્પો, રિયલમી, વિવો જેવી બ્રાન્ડેડ કંપનીના મોબાઇલના ડુપ્લીકેટ ડિસ્પ્લે અને કોમ્બો જેની કિંમત 72,10,950 એક નંગ મોબાઇલ કિ. 5000 તથા રોકડ રકમ 2,850 મળી કુલ રકમ 72,18,800 નો મુદ્દામાલ કબ્જે કરી નવારામ ઉર્ફે નરેશ ભૂરાજી ચૌધરી, પારસ ગણેશારામજી પટેલ ( ચૌધરી ) બંને રહે. નિકોલ અમદાવાદ મૂળ વતન ઝાલોર રાજસ્થાન કોપી રાઈટ એકટના ભંગ બદલ અમદાવાદ સી.આઇ. ડી. ક્રાઈમ ઝોન પોલીસમાં ગુનો નોંધાયો છે. જ્યારે બાકરોલ જીઆઇડીસી માં વિનાયક એન્ટર પ્રાઇઝ નામની કંપનીમાં રીયલમી અને વન પ્લસ મોબાઈલ કંપની ના ડુપ્લીકેટ હેન્ડ્ઝ ફ્રી બ્રાન્ડેડ રીયલમી અને વન પ્લસ મોબાઇલ કંપનીના માર્કા વાળું કાચું મટીરીયલ તેમજ એક ડી વી આર મળી કુલ 3,66,85,230 નો મુદ્દામાલ કબ્જે કરી સુપરવાઈઝર પારસભાઈ નરસિંહજી પુરોહિત તેમજ વોન્ટેડ વિનાયક એન્ટરપ્રાઇઝ ના માલિક વિક્રમભાઈ પુરોહિત રહે. મુંબઈ કોપી રાઈટ એકટના ભંગ બદલ અમદાવાદ સી.આઇ. ડી. ક્રાઈમ ઝોન પોલીસમાં ગુનો નોંધાયો છે. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW