HomeGujaratગાંધીનગરમાં આવતી કાલથી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટનો પ્રારંભ

ગાંધીનગરમાં આવતી કાલથી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટનો પ્રારંભ

ગાંધીનગર, સોમવાર

   દેશની રાજ્ય સરકારો કેન્દ્રશાસિત પ્રદેશો અને રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે યોજાતી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ અંતર્ગત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ-2021 – 22 -ગુજરાતના યજમાન પદે ત્રણ દિવસ માટે ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતના 24 તૈરાક કર્મયોગી ભાઇ-બહેનો સહિત આ સ્પર્ધામાં દેશના 12 રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશ અને 6 રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના 296 સ્વીમર્સ પોતાનું તરણ કૌશલ્ય દર્શાવશે.

   રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ-જી.એ.ડી ની કલ્યાણ શાખા દ્વારા સહ આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ મુખ્ય સચિવ પંકજકુમાર મંગળવાર તા. 21 ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે સચિવાલય જીમખાના સેક્ટર-21ના સ્વીમીંગ પુલ ખાતે કરાવવાના છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ બોર્ડ, નવી દિલ્હીના સહયોગ માર્ગદર્શનમાં આ સ્પર્ધા મંગળવાર તા.21 થી ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે. આ સ્પર્ધાના પ્રારંભ અવસરે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ તથા માર્ગ મકાન સચિવ સંદીપ વસાવા પણ ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધાનું ટેકનિકલ સંચાલન ગુજરાત સ્ટેટ સ્વીમીંગ એસોશિએશન દ્વારા કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW