ખરાબ રસ્તાની સમસ્યા માત્ર શહેર કે જિલ્લા પુરતી સિમિત નથી. દેશના કેટલાય હાઈવે એવા છે જેની સ્થિતિ મગરમચ્છની પીઠ જેવી છે. ખાસ કરીને લોંગ રૂટના હાઈવેની સ્થિતિ મગરમચ્છની પીઠ જેવી છે. પણ હવે ક્યા રૂટ પર રોડની શું સ્થિતિ છે, રસ્તા કેવા છે અને કેવા ખાડા છે એ અંગેની સંપૂર્ણ વિગત ટુર શરૂ કરતા પહેલાં જ જાણી શકાશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે IIT મદ્રાસ તથા ડિજિટલ ટેક કંપની MapmyIndia સાથે હાથ મિલાવ્યા છે. આ કરાર હેઠળ ભારતમાં ડ્રાઇવરોને રોડ સેફ્ટી એટલે કે રોડ સેફ્ટી માટે એલર્ટ આપવા માટે ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે.
આ IIT મદ્રાસ, હાઈવે મંત્રાલય અને કંપનીએ સાથે મળીને એક ફ્રી-ટુ-યુઝ નેવિગેશન એપ્લિકેશન લોન્ચ કરી છે. જેના એલર્ટથી રસ્તા પર સંભવિત અકસ્માતો અંગે ડ્રાઇવરોને ચેતવણી મળી રહેશે. આ એપમાં, ડ્રાઈવરને ઓડિયો અને વિઝ્યુઅલથી અકસ્માતગ્રસ્ત વિસ્તારો, સ્પીડ બ્રેકર્સ, આંધળા વળાંકો અને ખરાબ રસ્તાઓ સાથે હાઈવે પરના અન્ય જોખમો વિશે માહિતી આપવામાં આવશે. ભારત સરકારના રોડ સેફ્ટી હેતુ અંતર્ગત અકસ્માતોમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. Move નામની આ નેવિગેશન સર્વિસ એપ Mapmyindiaએ વિકસાવી છે. જેણે સરકારની આત્મનિર્ભર એપ્લિકેશન ઈનોવેશન ચેલેન્જ 2020 જીતી છે. આ સર્વિસનો ઉપયોગ નાગરિકો અને સત્તાવાળાઓ અકસ્માતની માહિતી, ખતરનાક સ્થળો અને રસ્તાઓ તેમજ ટ્રાફિકની સમસ્યા વિશે માહિતી આપવા માટે પણ કરી શકે છે. જેથી અન્ય વપરાશકર્તાઓને સુવિધા મળી શકે. આ એપમાંથી મળેલા ડેટાનું IIT મદ્રાસ વિશ્લેષણ કરશે. Mapmyindia આ ડેટાનો ઉપયોગ કરીને ભવિષ્યમાં ખરાબ રસ્તાઓને સુધારવા માટે સરકારને જાણ કરશે.

ગયા મહિને, કેન્દ્રીય માર્ગ મંત્રાલયે વિશ્વ બેંકના ભંડોળ સાથે IIT મદ્રાસના સંશોધકોએ તૈયાર કરાયેલ માર્ગ સલામતી મોડલના ડેટાનો સત્તાવાર રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. IITએ વિકસિત કરેલા આ એકીકૃત માર્ગ અકસ્માત ડેટાબેઝ મોડલનો ઉપયોગ 32 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માર્ગ સલામતી માટે થશે. કટોકટી પ્રતિભાવ સુધારવા માટે કરવામાં આવશે. III ટીમે 2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 50 ટકા ઘટાડવા માટે ઘણા રાજ્યો સાથે કરારો કર્યા છે.

