મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતમાં 504 સરપંચ અને 2210 ઉમેદવારના ભાવિનો ફેંસલો મંગળવારે થવાનો છે. ગત રવિવારના રોજ સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મોરબી જિલ્લાના પાંચ તાલુકાની 197 ગ્રામ પંચાયતમાં કુલ 79 ટકા મતદાન થયું હતું.
તાલુકા પંચાયત મુજબ વાંકાનેર તાલુકામાં સૌથી વધુ 81.17 ટકા અને માળિયામાં 73 ટકા મતદાન થયું હતું..અન્ય તાલુકાની વાત કરીએ તો મોરબી તાલુકામાં 73.79 ટકા, ટંકારામાં 78.41 ટકા,હળવદમાં 81.17 ટકા મતદાન થયું થયું હતું. હવે મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે અને તાલુકા વાઇઝ મથકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ-ઘુંટુ, ટંકારા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ, હળવદમાં મોડેલ સ્કૂલ, માળીયામાં મોટી બરાર ખાતેની મોડેલ સ્કૂલ ખાતે આજે મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરાશે. આ મતગણતરી પ્રક્રિયા માટે જરૂરી સ્ટાફ અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં પાંચ સ્થળો પર એક સાથે મતગણતરી થવાની છે.

108 ટેબલ પર 540 કર્મચારીઓ કરશે
મોરબી જિલ્લામાં કુલ 5 સ્થળો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે.જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતના મત ગણતરી સુવ્યવસ્થિત અને યોગ્ય સમયે પૂર્ણ થઈ જાય તે માટે તંત્ર દ્વારા અલગ અલગ તાલુકામાં મત ગણતરી સ્થળ ફાળવણી કરવામા આ માટે કુલ 108 ટેબલ પર.મત ગણતરી હાથ ધરવામાં આવશે. મત ગણતરી માટે કુલ 73 આર.ઓ અને 540 કર્મચારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે.

