ગાંધીનગર,સોમવાર
રાજ્યભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરમાં નાગરિક સુરક્ષા અને હિતકારી પગલામાં અત્યાર સુધીમાં 300 જેટલી હોટેલ તેમજ 5 હજાર જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી છે.જેમાં 19 પરવાના રદ, અને 2 કોર્ટ કેસ કરાયા છે.
રાજ્યભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરમાં નાગરિક સુરક્ષા અને હિતકારી પગલામાં અત્યાર સુધીમાં 300 જેટલી હોટેલમાં તપાસ કરવામાં આવી છે. MRP કરતા વધુ કિંમત લેવા મામલે તપાસ કરવામાં આવતા કુલ 4932 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.જેમાં 19 પરવાના રદ કરાયા અને 2 કોર્ટ કેસ કરાયા છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા સપ્ટેમ્બર અને નવેમ્બર માસ દરમિયાન તપાસનો ધમધમાટ કરાયો હતો. જેમાં 5.92 કરોડનો જથ્થો તપાસ દરમિયાન સિઝ કરાયો હતો. ગ્રાહકોના હિત અંગે જો ફાઈવસ્ટાર હોટેલોથી ફરિયાદ મળશે તો ત્યા પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલનું નિવેદનમાં જણાવ્યું છે.

