HomeNationalસીએમ ચૂંટવાની ચાવી જમ્મુને મળશે ? : સીમાંકન પંચની જમ્મુમાં 6 અને...

સીએમ ચૂંટવાની ચાવી જમ્મુને મળશે ? : સીમાંકન પંચની જમ્મુમાં 6 અને કાશ્મીરમાં 1 બેઠક વધારવાની ભલામણ

શ્રીનગર, સોમવાર

  જમ્મુ-કાશ્મીર માટે બનાવવામાં આવેલા સીમાંકન પંચે જમ્મુમાં 6 અને કાશ્મીર ઘાટીમાં 1 વિધાસનસભા બેઠક વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મંજૂર થયા બાદ જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 બેઠકો થઈ જશે. આમા એસટી માટે 9 અને એસસી માટે 7 અનામત બેઠકો હશે. જ્યારે પીઓજેકે માટે 24 બેઠકો રિઝર્વ હશે.

  આમ કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની હાલની બેઠકોને 83થી વધારીને 90 કરવાનો પ્રસ્તાવ છે. પંચે આના પર 31 ડિસેમ્બર, 2021 સુધીમાં સૂચનો માંગ્યા છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર અનુસૂચિત જાતિને ચૂંટણીમાં અનામત આપવામાં આવશે. સીમાંકન પંચના સૂચનની પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તિએ આકરી ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે વસ્તીની અણદેખી થઈ રહી છે. એક વિસ્તાર માટે 6 બેઠકો અને કાશ્મીર માટે માત્ર એક બેઠક વધારવાનો પ્રસ્તાવ આપીને લોકોને એકબીજા વિરુદ્ધ ઉભા કરવાની કોશિશ છે. બીજી તરફ પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોને ટ્વિટ કરીને કહ્યુ છે કે પંચની ભલામણો સંપૂર્ણપણે ગેરમાન્ય અને આ પૂર્વગ્રહથી ગ્રસ્ત છે.

  દિલ્હીની અશોકા હોટલમાં સોમવારે સીમાંકન પંચની બેઠક યોજાઈ હતી. તેમા નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ભાજપના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ સહીતના નેતાઓ સામેલ થયા હતા. ફારુક અબ્દુલ્ સાથે તેમની પાર્ટીના સાંસદ હસનૈન મસૂદીએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. તમામે પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર કે. કે. શર્મા સાથે બેઠકમાં ભાગ લીધો હતો.

  જમ્મુ-કાશ્મીરમાં 1951માં 100 વિધાનસભા બેઠકો હતી. તેમાથી 25 બેઠકો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં રહેલા જમ્મુ-કાશ્મીરના હિસ્સામાં હતી. પહેલા ફુલ ફ્લેજ્ડ ડિલિમિટેશન કમિશન-1981 બનાવવામાં આવ્યું હતું. તેણે 14 વર્ષ બાદ 1995માં પોતાની ભલામણો મોકલી હતી. આ 1981ની વસ્તીગણતરીના આધારે હતી. તેના પછી કોઈ સીમાંકન થયું નથી. 2020માં સીમાંકન પંચને 2011ની વસ્તીગણતરીના આધારે ડિલિમિટેશન પ્રોસેસ પૂર્ણ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પરિસિમન બાદ જમ્મુ-કાશ્મીરમાં 7 બેઠકો વધી જશે. સુપ્રીમ કોર્ટનું કહેવું હું કે પરિસિમન કોઈ ગણિતિક પ્રક્રિયા નથી, જેને મેજ પર બેસીને પૂર્ણ કરી શકાય.. તેના દ્વારા સમાજની રાજકીય આશાઓ અને ભૌગોલિક પરિસ્થિતિઓને દર્શાવવી જોઈએ.

   જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ નવી વિધાનસભામાં 83ના સ્થાને 90 બેઠકો હશે. વિશેષજ્ઞો પ્રમાણે, બેઠકો વધારવા માટે માત્ર વસ્તી જ પેરામીટર નથી. તેના માટે ભૂભાગ, વસ્તી, ક્ષેત્રની પ્રકૃતિ અને પહોંચને આધાર બનાવવામાં આવશે. અનુચ્છેદ-370 નિષ્પ્રભાવી કરાયા પહેલા રાજ્યમાં કુલ 87 બેઠકો હતી. તેમાં જમ્મુમાં 37, કાશ્મીરમાં 46 અને લડાખમાં 4 વિધાનસભા બેઠકો હતી. તેવામાં જો 7 બેઠકો જમ્મુના ખાતામાં જાય છે, તો 90 સદસ્યોની વિધાનસભામાં જમ્મુમાં 44 અને કાશ્મીરમાં 46 વિધાનસભા બેઠકો થઈ શકે છે.

  5 ઓગસ્ટ, 2019 સુધી જમ્મુ-કાશ્મીરના સ્પેશયલ સ્ટેટસ મળેલું હતું. ત્યાં કેન્દ્રના અધિકારો મર્યાદીત હતા. જમ્મુ-કાશ્મીરમાં આના પહેલા 1963, 1973 અને 1995માં સીમાંકન થયા હતા. રાજ્યમાં 1991માં વસ્તીગણતરી થઈ શકી ન હતી. તેના કારણે 1996માં ચૂંટણી માટે 1981ની વસ્તીગણતરીના આધારે બેઠકો નક્કી કરાય હતી. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન થઈ રહ્યું છે, જ્યારે આખા દેશમાં 2031 બાદ જ સીમાંકન થઈ શકશે. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન હેઠળ જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટની જોગવાઈઓમાં પણ ધ્યાન રાખવું પડશે. તેને ઓગસ્ટ -2019માં સંસદમાં પારીત કરવામાં આવી હતી. તેમાં અનુસૂચિત જનજાતિ માટે બેઠકો વધારવાની વાત પણ કહેવામાં આવી છે. જેકેઆરએમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન 2011ની વસ્તીગણતરીના આધારે થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW