HomeGujaratસપ્તાહમાં 3 દિવસ રજા, 4 દિવસ કામ : નવા શ્રમ કાયદા પર...

સપ્તાહમાં 3 દિવસ રજા, 4 દિવસ કામ : નવા શ્રમ કાયદા પર 13 રાજ્યો તૈયાર

નવી દિલ્હી, રવિવાર

   તમે એ આશામાં છો કે આગામી વર્ષે તમારી સેલરી જરૂર વધશે. પરંતુ સેલરીમાં વધારાની સાથે જ કેન્દ્ર સરકારના એક નિર્ણયથી તમારી ટેક હોમ સેલરી પર કાતર ચાલવાની છે. તેવામાં એ લોકોની સેલરી હાલના મુકાબલે વધુ ઘટી જશે, કે જેમના પગારમાં આગામી વર્ષે વધારો નહીં થઈ શકે.

   કેન્દ્ર સરકાર ચાર શ્રમ કાયદાને લાગુ કરવા જઈ રહી છે. આગામી નાણાંકીય વર્ષ સુધીમાં તેના લાગુ થવાની સંભાવના છે. આ કાયદાને લાગુ થયા બાદ તમારા ટેક હોમ સેલરી અને પીએફ સ્ટ્રક્ચરમાં બદલાવ થઈ જશે. તેનાથી તમારી ટેક હોમ સેલરી ઘટી જશે. જ્યારે પીએફમાં વધારો થઈ જશે.

   મજૂરી,સ સામાજીક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ અને વ્યવસાય સુરક્ષા તથા સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિ પર ચાર શ્રમ કાયદાઓને આગામી નાણાંકીય વર્ષ સુધીમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. પીટીઆઈના અહેવાલ પ્રમાણે, એક વરિષ્ઠ અધિકારીએ આના સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે ઓછામાં ઓછા 13 રાજ્યો આ કાયદાકીય મુસદ્દાના નિયમોને તૈયાર કરી લીધા છે.

   કેન્દ્ર સરકારે આ સંહિતાઓ હેઠલ નિયમોને આખરી ઓપ આપી દીધો છે અને હવે રાજ્યોને પોતાના તરફથી નિયમ બનાવવાના છે, કારણ કે શ્રમ સમવર્તી યાદીનો વિષય છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2021માં આ કાયદાઓના મુસદ્દા નિયમોને આખરી ઓપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. પરંતુ શ્રમ એક સમવર્તી વિષય છે, માટે કેન્દ્ર સરકાર ચાહે છે કે રાજ્ય પણ તેને એકસાથે લાગુ કરે. નવા કાયદાથી કર્મચારીઓના બેસિક પગાર અને પીએફની ગણતરીની રીતમાં ઉલ્લેખનીય બદલાવ આવશે. તેનો એક ફાયદો પણ છે કે તમારા પીએફના ખાતામાં દર મહીનેનું યોગદાન વધી જશે. નવી વેતન સંહિતા હેઠળ ભથ્થાને 50 ટકા પર મર્યાદીત રાખવામાં આવશે. તેનો અર્થ છે કે કર્મચારીઓના કુલ વેતનના 50 ટકા બેસિક સેલરી હશે. પીએફની ગણતરી મૂળ વેતનના ટકાને આધારે કરવામાં આવે છે, તેમાં મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું સામેલ રહે છે.

   હાલ પગારને ઘણાં પ્રકારના ભથ્થામાં વહેંચવામાં આવે છે. તેનાથી મૂળ વેતન ઓછું રહે છે, તેનાથી પીએપ અને ઈન્કમટેક્સમાં યોગદાન પણ નીચું રહે છે. નવી વેતન સંહિતામાં પીએફનું યોગદાન કુલ વેતનના 50 ટકાના હિસાબથી નક્કી કરવામાં આવશે. પીએફમાં કર્મચારીઓના યોગદાનને વધારવાથી કંપનીઓ પર નાણાંકીય બોજ વધશે. તેની સાથે જ વધારે બેસિક સેલરીનો મતલબ છે કે ગ્રેચ્યુટીની રકમ પણ હવે પહેલા કરતા વધારે હશે અને આ પહેલાના મુકાબલે એકથી દોઢ ગણી વધારે થઈ શકે છે. કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામ કરવાની સ્થિતિ પર શ્રમસંહિતાના મુસદ્દા નિયમોને ઓછામાં ઓછા 13 રાજ્યો તૈયાર કરી ચુક્યા છે. તેના સિવાય 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ મજૂરી પર શ્રમ સંહિતાના મુસદ્દા નિયમોને તૈયાર કર્યા છે. ઔદ્યોકિક સંબંધ સંહિતાના મુસદ્દા નિયમોને 20 રાજ્યોએ અને સામાજીક સુરક્ષા સંહિતના મુસદ્દા નિયમોને 18 રાજ્યોએ તૈયાર કરી લીધા છે. કોઈ કર્મચારીની કોસ્ટ ટુ કંપનીમાં ત્રણથી ચાર કોમ્પોનેન્ટ હોય છે. બેસિક સેલરી, હાઉસ રેન્ટ એલાઉન્સ, રિટાયરમેન્ટ બેનિફિટ્સ જેવા કે પીએફ, ગ્રેજ્યુટી અને પેન્શન તથા ટેક્સ બચાવનારા ભથ્થા જેવા કે એલટીએ અને એન્ટરટેનમેન્ટ એલાઉન્સ. હવે નવા વેઝ કોડમાં એ નક્કી થયું છે કે ભથ્થાં કુલ સેલરીથી કોઈપણ કિંમતે 50 ટકાથી વધારે હોઈ શકે નહીં. તેવામાં જો કોઈ કર્મચારીની સેલરી 40 હજાર રૂપિયા માસિક હશે, તો તેની બેસિક સેલરી 20 હજાર રૂપિયા હોવી જોઈએ અને બાકીના 20 હજાર રૂપિયામાં તેના ભથ્થાં હોવા જોઈએ.

   નવા વેઝ કોડમાં ઘણી એવી જોગવાઈ છે જેમાં ઓફિસમાં કામ કરનારા સેલરીડ ક્લાસ, મિલો અને ફેક્ટરીઓમાં કામ કરનારા મજૂરો સુધી અસર પડશે. કર્મચારીઓની સેલરીથી લઈને તેમની રજાઓ અને કામના કલાકોમાં પણ બદલાવ આવશે. નવા વેઝ કોડ હેઠળ કામના કલાકો વધારીને 12 કલાક કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું છેકે પ્રસ્તાવિત લેબર કોડમાં કહેવામાં આવ્યું છે કે સપ્તાહમાં 48 કલાક કામકાજના નિયમ જ લાગુ રહેશે. કેટલીક યૂનિયનો 12 કલાક કામ અને 3 દિવસ રજાના નિયમ પર સવાલ ઉઠાવી ચુકી હતી. સરકારે આના પર પોતાની સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે સપ્તાહમાં 48 કલાક કામનો જ નિયમ રહેશે. જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે છે, તો સપ્તાહમાં 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસ રજા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW