HomeGujaratબોર્ડની પરીક્ષાના પેપરનું પરિરૂપ પ્રિન્ટીંગમાં : ક્યારે જાહેર થઈ શકે છે ?...

બોર્ડની પરીક્ષાના પેપરનું પરિરૂપ પ્રિન્ટીંગમાં : ક્યારે જાહેર થઈ શકે છે ? જાણો….

ગાંધીનગર, રવિવાર

  ગુજરાતમાં ધો.10 અને 12ની આગામી માર્ચ મહિનામાં લેવાનારી પરીક્ષાના પેપરનું પરિરૂપ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવે તેવી શક્યતા હોવાનું શિક્ષણ વિભાગના જાણકાર સૂત્રો કહી રહ્યાં છે. આ અગાઉ શિક્ષકો અને સંચાલકો દ્વારા વારંવાર માગ કરવામાં આવી ચૂકી છે કે, શિક્ષણ વિભાગે પરિરૂપમાં ફેરફાર કર્યો છે, પરંતુ નવા પરિરૂપ પ્રમાણેની પેપર સ્ટાઇલ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આથી વિદ્યાર્થીઓ જ નહી, શિક્ષકો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

   શિક્ષણ બોર્ડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પરિરૂપ હાલમાં પ્રિન્ટિંગમાં છે એટલે આવતા અઠવાડિયે પ્રિન્ટીંગમાંથી આવી જાય એ પછી તે જાહેર કરવામાં આવી શકે છે. ધો. 9થી 12ના પેપરનું પરિરૂપ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોર્સ અંગેની સ્પષ્ટતા થશે. આ ઉપરાંત નવા પરિરૂપથી વિદ્યાર્થીએ બે પ્રકરણ તૈયાર નહીં કર્યા હોય તો પણ જનરલ વિકલ્પને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થઈ શકશે નહીં. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW