HomeGujaratરાજ્યમાં બનશે 1000 કરોડના ખર્ચે ઇથેનોલ પ્લાન્ટ : CM ની હાજરીમાં MOU...

રાજ્યમાં બનશે 1000 કરોડના ખર્ચે ઇથેનોલ પ્લાન્ટ : CM ની હાજરીમાં MOU પર કરાયા હસ્તાક્ષર

ગાંધીનગર, શનિવાર

   ગુજરાતમાં રૂ. 1000 કરોડના ખર્ચે બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેની ક્ષમતા 500 કિલોલીટર પ્રતિ દિવસ હશે. આ પ્લાન્ટથી વાર્ષિક 1500 કરોડનું ટર્નઓવર થશે, જ્યારે 750 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. આ સંદર્ભે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને ભારત સરકારના ઉપક્રમ અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

   ગુજરાતમાં રૂ. 1000 કરોડના ખર્ચે બાયોઇથેનોલ પ્લાન્ટ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MOU પર કરાયા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. GACLના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવણે અને GAIL બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર એમ.વી. અય્યરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડાને કારણે દર વર્ષે લગભગ 70 મિલિયન યુએસ ડોલરનું વિદેશી મુદ્રામાં બચત થશે. ખેડૂતો પાસેથી મોટા પાયે મકાઈની ખરીદી કરવામાં આવશે. જે તેમના માટે આવકના નવા રસ્તા ખોલશે. મકાઈ પકવતા ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિ આવશે.આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને ગેઇલના સીએમડી મનોજ જૈન અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW