HomeGujaratRadhe Shyam : પ્રભાસની ફિલ્મ માટે મેકર્સ પાસે છે મોટી યોજના, પ્રથમ...

Radhe Shyam : પ્રભાસની ફિલ્મ માટે મેકર્સ પાસે છે મોટી યોજના, પ્રથમ વખત ચાહકો કરશે ફિલ્મનું ટ્રેલર લોન્ચ

મુંબઈ,શનિવાર

  સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ બસ હવે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે પૂજા હેગડે જોવા મળશે. આ ફિલ્મ માટે મેકર્સ ઘણી તૈયારી કરી રહ્યા છે. હવે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ ફિલ્મના ટ્રેલર રિલીઝ થતા જ કંઈક નવું અને ધમાકેદાર થવાનું છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાહકો કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરશે. ફિલ્મના નિર્માતાઓએ આ મોટી જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કર્યું, ‘ભારતીય સિનેમામાં ચાહકો દ્વારા પ્રથમ વખત ટ્રેલર લૉન્ચ ઇવેન્ટના સાક્ષી બનો. 23 ડિસેમ્બર, રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ.

  નિર્માતાઓની આ જાહેરાત બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ફિલ્મ ઉડ જા પરિંદે અને આશિકી આ ગઈના 2 ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે અને બંનેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં 1970 ના દાયકાના યુરોપને બતાવવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા સિવાય ભાગ્યશ્રી, કૃષ્ણમ રાજુ, પ્રિયદર્શી અને સચિન ખેડકર છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 350 કરોડના બજેટમાં બની છે અને ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ, ઈટાલી અને જ્યોર્જિયામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 14 જાન્યુઆરીએ રિલીઝ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW