HomeNationalદિલ્હી ITO પાસે ઑટોરિક્ષા પર કન્ટેનર પડયું, 4 લોકોના ઘટનાસ્થળે મોત

દિલ્હી ITO પાસે ઑટોરિક્ષા પર કન્ટેનર પડયું, 4 લોકોના ઘટનાસ્થળે મોત

નવી દિલ્હી, શનિવાર

  દિલ્હીમાં શનિવારે સવારે ભીષણ દુર્ઘટના બની છે. તેમા ચાર લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે. આઈટીઓ પાસે રિંગ રોડ પર દુર્ઘટના થઈ છે. એક કન્ટેનર ઓટોરિક્ષા પર ખાબક્યું હતું. મહત્વપૂર્ણ છે ઓટોરિક્ષામાં ચાર લોકો સવાર હતા. તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

  જાણકારી પ્રમાણે, કન્ટેનર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. દુર્ઘટના બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમણે તાત્કાલિક પોલીસને આની જાણકારી આપી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. હાલ દુર્ઘટનામાં માર્યા ગયેલા ચારેય લોકોની ઓળખ થઈ નથી. પોલીસ તેમની ઓળખની કોશિશ કરી રહી છે. મૃતકોમાં ઓટોરિક્ષા ડ્રાઈવર પણ સામેલ હોવાનું કહેવામાં આવે છે. આ અકસ્માત શનિવારે સવારે સાડા છ વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ફરાર કન્ટેનર ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે. કન્ટેનરમાંથી જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે ડ્રાઈવર અને કન્ટેનર માલિક સુધી પહોંચવાની કોશિશ કરાય રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW