HomeGujaratહેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે ત્યારે...

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે ત્યારે બીજી તરફ હવે પેપરકાંડ મામલે નર્સિંગ યુનિયને ચીમકી ઉચ્ચારી

ગાંધીનગર,શુક્રવાર

   હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. પેપરલીક કાંડમાં 11 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આરોપીઓની પૂછપરછ અને તેના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે સ્ટાફ નર્સની પરીક્ષાને લઇને પણ આક્ષેપો લાગી રહ્યા છે.

  સ્ટાફ નર્સની પરીક્ષા પેપરકાંડ મામલે નર્સિંગ યુનિયને ચીમકી ઉચ્ચારી છે. ઓલ ગુજરાત નર્સિંગ યુનિયને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. અગાઉ 20 જૂને લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પેપર લીક થયા હોવાનો આક્ષેપ કર્યો છે. સ્ટાફ નર્સમાં અનેક લોકો પેપર લીક થવાથી નોકરી પર લાગ્યા હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. જો કાર્યવાહી નહીં કરવામા આવે તો ઉગ્ર આંદોલન કરવાની નર્સિંગ યુનિયને ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત સરકાર દ્વારા 20 જૂન 2021ના રોજ સ્ટાફ નર્સ પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં 55000થી વધુ ફોર્મ ભરાયેલા અને તેમાં 45000થી વધુ લોકોએ પરીક્ષા આપી હતી. સ્ટાફ નર્સ વર્ગ-3ની પરીક્ષામાં કંઈ ખોટું થયાની આશંકાએ પરીક્ષા આપેલા ઉમેદવારોએ આરોગ્ય તબીબ કમિશનરને પત્ર લખ્યો હતો. પરીક્ષા આપેલા ઉમેદવારોએ વોટ્સએપ ગ્રુપમાં પણ કંઈક ખોટું થયું હોવાની ચર્ચા કરી હતી. મહત્વનું છે કે, 20 જૂને યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્રનું સીલ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW