HomeGujaratCentral Gujaratરાજ્યનાં 8 શહેરોનું તાપમાન સિંગલ ડિઝિટમાં,હજું 72 કલાક સુધી રહેશે ઠંડી

રાજ્યનાં 8 શહેરોનું તાપમાન સિંગલ ડિઝિટમાં,હજું 72 કલાક સુધી રહેશે ઠંડી

ઉત્તર ભારતનાં રાજ્યોમાં થયેલી હિમવર્ષા અને ઉત્તરપૂર્વના ફૂંકાતા પવનના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો સતત નીચે ઉતરતો રહ્યો છે. પરિણામે, રાજ્યનાં 8 જેટલા શહેરોનું તાપમાન લગભગ સિંગલ ડિઝિટ જેટલું નીચું ઉતરી ગયુ છે. હવામાન વિભાગનાં નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં આગામી 72 કલાક સુધી ઠંડા રહેતા શહેરો માટે કોલ્ડ વેવ (તિવ્ર ઠંડીના અનુભવ)ની ચેતવણી આપવામાં આવી છે. સૌથી ઠંડા ગણાતા કચ્છના નલિયા ખાતે 3.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે જુનાગઢ, ડીસા , ભૂજ, અમરેલી , જામનગર, કંડલા, રાજકોટ ખાતે તિવ્ર ઠંડીની અસર જનજીવન પર પડતી જોવા મળી હતી. ઉત્તરપૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનની સીધી અસરનાં કારણે રાજ્યનાં અનેક શહેરોમાં આજે તાપમાનનો પારો 2 થી 4 ડીગ્રી સુધી નીચો ઉતર્યો હતો . રાત્રીનાં સમયે કડકડતી ઠંડી શરૂ થતા રાત્રીના સમયે લોકો પરાણે ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.

રાજ્યમાં તિવ્ર ઠંડીની અસર શરૂ થતા રાત્રીના સમયે વાહન વ્યવહારથી ધમધમતા ધોરીમાર્ગો પર પણ ટ્રાફિકમાં ઘણો મોટો ઘટાડો જોવા મળી રહયો છે, તો શહેરી વિસ્તારોમાં માર્ગો સુમસામ નજરે પડી રહ્યા છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ શરૂ થયા બાદ સામાન્ય રીતે વધુ ઠંડા રહેતા જુનાગઢ શહેરનુ નીચું તાપમાન 16 ડીગ્રી નોંધાયુ હતુ, જ્યારે મોટાભાગના ઠંડા રહેતા શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો છે. આગામી દિવસોમાં પવનની ગતિ કે દિશામાં પરિવર્તન થાય તો ઠંડીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. જોકે, હજુ આગામી 72 કલાક તો તિવ્ર ઠંડીમાં જ પસાર કરવા પડશે એમ હવામાન ખાતાના સૂત્રો જણાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW