HomeGujaratPDEU - રાયસણ ગાંધીનગર ખાતે 18 ડિસેમ્બરે પ્રિ-ઈવેન્ટ સમિટ યોજાશે

PDEU – રાયસણ ગાંધીનગર ખાતે 18 ડિસેમ્બરે પ્રિ-ઈવેન્ટ સમિટ યોજાશે

ગાંધીનગર, શુક્રવાર

   10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આવતીકાલે તા. 18 ડિસેમ્બરના રોજ ‘હોલિસ્ટિક હેલ્થકેર :ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ ’વિષયક એક દિવસીય પ્રિ-ઈવેન્ટ સમિટ યોજાશે.

   પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી-PDEU ગાંધીનગર ખાતે આવતીકાલે સવારે 9:30 કલાકે યોજાનાર પ્રિ-ઈવેન્ટ સમિટમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તેમજ કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ સચિવ એસ.અપર્ણા વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ હાજર રહેશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ધ્વારા PDEU ખાતે યોજાનાર એક દિવસીય પ્રિ-ઇવેન્ટમાં દિવસ દરમિયાન એફડીસીએ અને જીએમએસસીએલ વિષય ઉપર વિવિધ તજજ્ઞોની ઉપસ્થિતિમાં ટેકનીકલ સેશન તેમજ પેનલ ડીસ્કશન યોજાશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. એચ.જી.કોશિયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW