કોરોનાના કારણે ગત વર્ષે ધો. 10 અને 12ની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આ વર્ષે કોરોનાના કેસો ઓછા છે અને પરિસ્થિતિ સામાન્ય હોવાથી બોર્ડ 100 ટકા કોર્સ સાથે પરીક્ષા લેવા માટે સજ્જ બની છે. સીબીએસઈએ 30 ટકા જેટલા કોર્સની જાહેરાત અગાઉ જ કરી દીધી હતી. પરંતુ ગુજરાત બોર્ડે કોઈપણ પ્રકાસના કોર્સ ઘટાડવાની જાહેરાત કરી નથી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
શિક્ષણ વિભાગના અધિકારીએ કોર્સ ઘટાડવા અંગે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાત બોર્ડમાં કોર્સમાં કોઈ ઘટાડો કરાશે નહીં. જો કે, ગુજરાત શિક્ષણ બોર્ડે ગત વર્ષે કોરોના મહામારીના કારણે ધો. 9-10-11-12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના કોર્સમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.

ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડને અનુસરીને જ નિર્ણયો લેતી હોવાનું ગતવર્ષે કોરોના કાળમાં સામે આવ્યું હતું. ત્યારે સીબીએસઈ બોર્ડ વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં 30 ટકા જેટલો કોર્સ ઘટાડ્યો છે. જેના કારણે ગુજરાત બોર્ડ પણ ધો. 10, 12ના વિદ્યાર્થીઓને 30 ટકા કોર્સ ઘટાડીને રાહત આપે તેવી શક્યતા દેખાઈ રહી હતી. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું છે કે, ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્સમાં ઘટાડો નહીં થાય. વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સના અભ્યાસ સાથે જ પરિક્ષા આપવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે આ પહેલા જ પણ સરકારે જાહેરાત કરી હતી કે કોર્સમાં ઘટાડો નહીં કરવામાં આવે. અત્યારે સ્કુલો પણ સંપૂર્ણ રીતે ચાલુ થઈ છે. તો કોર્સ શા માટે ઘટાડવામાં આવે. ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ 100 ટકા અભ્યાસક્રમ સાથે જ લેવામાં આવશે. કોર્સ ઘટાડવા અંગે કોઈ પણ ચર્ચા કે વિચારણા કરાઈ નહીં હોવાનું સચિવે જણાવ્યું હતું.

ગુજરાત બોર્ડમાં આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં આવતાની સાથે જ ધો. 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે. જેમાં અત્યારસુધીમાં 7 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધી છે. આ ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે ધો. 12 સાયન્સના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર છે.

