ટોક્યો, શુક્રવાર
જાપાનના ઓસાકા શહેરમાં એક ઈમારતમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. લોકલ મીડિયા પ્રમાણે, દુર્ઘટનામાં 27 લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. આમા 10 મહિલાઓ સામેલ છે. જાપાન સરકારે અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની સંખ્યાને લઈને પુષ્ટિ કરી નથી. રિપોર્ટ્સ પ્રમાણે, મોટાભાગના લોકોના મોત શ્વાસ રુંધાવાને કારણે થયા છે. આમાથી મોટાભાગના લોકો માનસિક રોગની ક્લિનિકમાં સારવાર માટે આવ્યા હતા. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
જાપાન ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, ઓસાકામાં કોમર્શિયલ બ્લોકમાં એક મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ છે. તેના ચોથા ફ્લોર પર એક મેન્ટલ હેલ્થ ક્લિનિક છે અને મોટાભાગે અહીં ઘણાં લોકો આવન-જાવન કરે છે. શુક્રવારે પણ અહીં ઘણાં દર્દીઓ આવ્યા હતા. અચાકન આગ લાગી હતી. ઈમરજન્સી સર્વિસ એલર્ટ બાદ 20થી વધારે ફાયરબ્રિગેડ અહીં પહોંચી હતી. ઘણાં કલાકોની મહેનત બદ આગ પર કાબુ મેળવવામાં આયો હતો. પરંતુ 27 લોકોના જીવ બચાવી શકાયા ન હતા.એક પ્રત્યક્ષદર્શી પ્રમાણે, મોટાભાગના લોકોના મોત શ્વાસ રુંધાવાને કારણે થયા હતા.
આગ લાગવા દરમિયાન કેટલાક લોકો મદદ માટે બૂમો પાડતા દેખાયા હતા. પાંચમા અને છઠ્ઠા ફ્લોર પર પણ આગની લપટો પહોંચી હતી. જો કે અહીં રહેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ પ્રમાણે, બિલ્ડિંગના જે ભાગમાં આગ લાગી હતી, તે ઘણો સાંકડો હતો. લોકો ત્યાં ફસાયા અને તેને કારણે શ્વાસ રુંધાવાને કારણે તેમના જીવ ગયા. 2019માં ક્યોટોમાં એક વ્યક્તિએ ફિલ્મ સ્ટૂડિયોમાં આગ લગાવી દીધી હતી અને તેમા 36ના જીવ ગયા હતા. તો 2001માં કાબુકિચો શહેરના એક રેસ્ટોરન્ટમાં પણ ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પણ 44 લોકોના જીવ ગયા હતા.
કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ મામલા પર સરકારે કડક વલણ અપનાવ્યું છે. પોલીસ તપાસ કરશે કે ફાયર ડિપાર્ટમેન્ટને આગ બુઝાવવામાં 2 કલાક કેમ લાગ્યા, જ્યારે આખી ટીમ ત્યાં ઘણી પહેલા પહોંચી ગઈ હતી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ફાયર બ્રિગેડ પાસે છોતા ફ્લોર સુધી પહોંચવા માટેની લેડર જ ન હતી. તેના કારણે ઘણાં લોકોના જીવ ચાલ્યા ગયા, કારણ કે ટીમ તેમને ઉતારી શકી નહીં. ક્લિનિકમાં આટલા લોકોની હાજરી અને અપુરતી વ્યવસ્થા પણ સવાલોના ઘેરામાં છે.

