HomeGujaratકોંગ્રેસ ધારાસભ્યની પ્રતિક્રિયા : ભાજપના રાજમાં ફટાકડાની જગ્યાએ પેપર ફુટે છે, પેપર...

કોંગ્રેસ ધારાસભ્યની પ્રતિક્રિયા : ભાજપના રાજમાં ફટાકડાની જગ્યાએ પેપર ફુટે છે, પેપર ફુટ્યા બાદ યુવાનોના સપનાઓ રોળાયા

ગાંધીનગર,શુક્રવાર

  હેડક્લાર્કની ભરતી માટે યોજાયેલી પરીક્ષાનું પેપર ફુટી જતા ઘમાસાણ સર્જાયું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે.ગેનીબેને ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના રાજમાં ફટકડાની જગ્યાએ પેપર ફુટે છે, એકેડેમી સાથે સેટિંગથી આ પેપર ફુટે છે, તેમજ પેપર ફોડનાર પર કોઈ જ કાર્યવાહી થતી નથી, પેપર ફુટ્યા બાદ યુવાનોના સપનાઓ રોળાય ગયા છે.

  પેપરકાંડ મામલે હાલ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પેપર લીક કેસમાં તાર અમદાવાદ સુધી હોવાનું સામે આવ્યું છે જે બાદ આજે પેપર લીક કેસના આરોપી મનાતા રાણીપના મહેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પેપર લીક મામલે પરિવારજનો અજાણ હોવાનું દાવો કરી રહ્યા છે. પેપરલીક કેસમાં આરોપીઓની ધરપકડ બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, પેપરકાંડમાં સંડોવાયેલા તમામને દાખલારૂપ સજા મળે,દોષિતોને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેમજ હેડક્લાર્કની પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માગં ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.

  પેપરલીક બાદ રાજ્યમાં તંત્રનું સફાળું જાગ્યું છે અને દોષિતોને પકડવા તંત્ર સજ્જ બન્યું છે, મહત્વનું છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW