HomeGujaratયુવરાજસિંહ બાદ કોંગ્રેસે પણ અસિત વોરાના રાજીનામાંની માંગ કરી

યુવરાજસિંહ બાદ કોંગ્રેસે પણ અસિત વોરાના રાજીનામાંની માંગ કરી

ગાંધીનગર,શુક્રવાર

   પેપર લીક કાંડને લઈને ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કહ્યું કે રાજ્ય સરકારે 72 કલાક બાદ સ્વિકાર્યું છે કે પેપર ફૂટ્યું છે. સરકાર જેમને પાછલા બારણે નથી લઈ શક્તા તેમને પેપર ફોડીને લેવામાં આવે છે.ભરતી,ભ્રષ્ટાચાર અને ભાજપ સાથે ચાલે છે. ગઈકાલે અસિત વોરાને લઈને જીતુ વાઘાણીએ ક્લિન ચીટ આપી હતી. તે ક્યા આધારે આપી હતી તેનો ખુલાસો કરે. પેપક લીક થયું છતા સરકારે પરિક્ષા રદ કરવાની હજુ સુધી જાહેરાત કરી નથી.પરિક્ષાને તાત્કાલીક અસરથી રદ કરીને નવેસરથી તેની તારીખ બહાર પાડવી જોઈએ. ભાજપ મતના રાજકારણ માટે ચૂંટણીના છેલ્લા વર્ષોમાં ભરતીઓ બહાર પાડે છે. અસિત વોરા રાજીનામુ આપે અથવા સરકાર બરખાસ્ત કરે તેવી માંગ હવે યુવરાજસિંહ બાદ કોંગ્રેસે પણ કરી છે.

   હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીકનો મામલો સામે આવતાની સાથે સરકાર પણ એક્શનમાં દેખાઇ રહી છે. રાજ્ય સરકારની પરીક્ષાના નિર્ણયને લઇને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ શકે છે. બેઠકમાં મુખ્યમંત્રીને પેપરલીક સંબંધિત તમામ માહિતી આપવામાં આવશે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી, અસિત વોરા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. પેપર લીક થયાનો વ્યાપ અને તપાસ સંદર્ભે ચર્ચા થશે. પરીક્ષા રદ્દ કરવા મામલે પણ આ બેઠકમાં નિર્ણય લેવાશે. પેપરલીકના તાર સચિવાલય સુધી પહોંચી શકે છે, હાલ જયેશ પટેલ પોલીસ પકડથી દૂર છે. પણ મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ બાદ કોઈ અધિકારી તેમજ નેતાની સમગ્ર કેસમાં સંડોવણી હોય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW