HomeGujaratપોલીસ એકેડેમી ખાતે બિન હથિયારધારી નાયબ પોલીસ અધિક્ષક અને બિન હથિયારધારી પોલીસ...

પોલીસ એકેડેમી ખાતે બિન હથિયારધારી નાયબ પોલીસ અધિક્ષક અને બિન હથિયારધારી પોલીસ ઈન્સપેક્ટરનો દિક્ષાંત પરેડ સમારોહ

અમદાવાદ, શુક્રવાર

  ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડેમી ખાતે બિન હથિયારધારી નાયબ પોલીસ અધિક્ષક અને બિન હથિયારધારી પોલીસ ઈન્સપેક્ટરનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 8 જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં 35 બહેનો સહિત 105 યુવાઓનો સમાવેશ થાય છે.

   ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે. તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા અને ફરજપરસ્તી પડેલા છે. વિકાસના મૂળમાં સુરક્ષા-સલામતિ માત્ર જરૂરિયાત નથી રહિ પરંતુ પ્રથમ શરત પણ બની ગઇ છે. વિકાસની ગતિને અડીખમ-અણનમ રાખવા રક્ષાશક્તિના બાવડાને શકય તેટલા વધુ મજબૂત બનાવવા સરકારની નેમ છે. નવા પડકારો, બદલાતી જતી ક્રાઇમ પેટર્નને પહોચી વળવા રાજ્ય સરકાર પણ વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, સી.સી.ટીવી નેટવર્ક તથા બોડીર્વોન કેમેરા વગેરેથી પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરી રહી છે.રાજ્ય બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ આગળ વધ્યુ છે. ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ સાથોસાથ પોલીસ દળને પૂરતું માનવ સંશાધન બળ આપવાના પણ શ્રેણીબદ્ધ આયોજનો થયાં છે. 1 હજાર ઉપરાંત PSI અને 10 હજાર જેટલા લોકરક્ષકની ભરતી પ્રગતિમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW