HomeGujaratNorth Gujaratરામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં પોલીસે કરી આરોપીની ધરપકડ

રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં પોલીસે કરી આરોપીની ધરપકડ

અમદાવાદ, ગુરુવાર

  શહેરમાં એક જ રાત્રે ATM ચોરીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું છે કે, આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચડી ગયો હતો.

  રામોલ પોલીસે યસ ઉર્ફે હની ચૌહાણની ધરપકડ કરી છે. જે રામોલ વિસ્તારનો વતની છે. જેણે 15 ડિસેમ્બરે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમનું ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટ્યો હતો. જોકે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે ફની ચૌહાણની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે 15 તારીખે શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે પણ આરોપીની પૂછપરછ તથા CCTVની ચકાસણી કરવામાં આવી હતી. જોકે, તે અન્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. સાથે જ તપાસ કરતા આરોપી એ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યા હતા. જોકે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુવકની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનું પ્લાનિંગ કર્યુ હતુ. જો કે ડિજિટલ લોક અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો. હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW