HomeNationalથોડાક દિવસો સાથે રહેવાનો અર્થ લિવ-ઈન નથી, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે યુગલને ફટકાર્યો દંડ

થોડાક દિવસો સાથે રહેવાનો અર્થ લિવ-ઈન નથી, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે યુગલને ફટકાર્યો દંડ

ચંદીગઢ, ગુરુવાર

   પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન એ સ્પષ્ટ કર્યું છે કે જો બે પુખ્તો પરસ્પર સંમતિથી કેટલાક દિવસો સાથે રહે, તો તેનો અર્થ એ નથી કે તે હકીકતમાં લિવ-ઈન રિલેશનશિપમાં છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ યુગલ કેટલા લાંબા સમય સુધી સાથે રહે છે, અને તેની સાથે તે સામેવાળા માટે પોતાની ફરજોનું પાલન કરી રહ્યા છે, જવાબદારી ઉઠાવી રહ્યા છે અથવા નહીં, આ બધું મળીને જ કોઈ સંબંધ લગ્ન સમાન હોય છે.

  હાઈકોર્ટના ન્યાયાધીશ મનોજ બજાજે યમુનાનગર જિલ્લાના એક યુગલ તરફથી કરવામાં આવેલી અરજીને ફગાવતા આ આદેશ આપ્યો છે. આ યુગલે પોતાના પરિવારથી સુરક્ષાની માગણી કરતા હાઈકોર્ટમાં અરજી આપી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ યુગલ ગત કેટલાક દિવસોથી જ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. હાઈકોર્ટે આ પ્રકારની અરજી દાખલ કરવા માટે આ યુગલ પર 25 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે.

  ખંડપીઠ 18 વર્ષની યુવતી અને 20 વર્ષના યુવક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચારણા કરી રહી હતી. જેમાં દાવો કરાયો હતો કે તે એકબીજાને પ્રેમ કરે છે અને પુખ્ત થવા પર લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે યુવતીના માતાપિતા તેમની વિરુદ્ધ છે અને તેમણે પોતાની પસંદના યુવક સાથે યુવતીના લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે અને તેમને ખોટા ગુનાહિત કેસમાં ફસાવવાનીપણ ચેતવણી આપી છે. માટે, તે હવે લિવ-ઈન રિલેશનમાં સાથે રહે છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અરજીને ફગાવતા કહ્યું છે કે લિવ ઈન રિલેશનશિપ એકબીજા પ્રત્યે કેટલાક કર્તવ્યો અને જવાબદારીઓના નિર્વહન સાથે મળીને આવો સંબંધ વૈવાહિક સંબંધો સમાન બને છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW