હોંગકોંગ, ગુરુવાર
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન 70 ગણી વધુ ઝડપથી સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન વેરિએટ વધારે ગંભીર રોગ બની શકશે નહીં. સ્ટડી પ્રમાણે, ઓમિક્રોન, ડેલ્ટા અને કોવિડ-19ના વાસ્તવિક સ્ટ્રેનથી વધારે પ્રભાવી રીતે સંક્રમિત કરી શકે છે.
યુનિવર્સિટી ઓફ હોંગકોંગના રિસર્ચર્સે તારવ્યું છે કે ઓમિક્રોન માણસના શ્વાસની ક્ષમતાને ડેલ્ટા વેરિએન્ટ અને તેના વાસ્તિવક સાર્સ-કોવ-2ના સ્વરૂપથી 70 ગણી વધારે ઝડપથી ચેપગ્રસ્ત કરી શકે છે. તેનાથી એ ખબર પડે છે કે આખરે આ કોરોનાના પૂર્વમાં મળેલા અન્ય વેરિએન્ટથી વધારે ઝડપથી ટ્રાન્સમિટ કેમ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે હ્યુમન Bronchus દ્વારા હવા શરીરના નીચલા હિસ્સામાં જાય છે અને પછી તે ફેંફસા સુધી પહોંચે છે.
સ્ટડીમાં એ પણ ઉજાગર થયું છે કે કોરોનાના વાસ્તવિક રૂપની તુલનામાં ઓમિક્રોન સંક્રમણ ફેંફસાને ઓછું સંક્રમિત કરે છે. તેના કારણે એવું અનુમાન છે કે રોગની ગંભીરતા ઓછી રહેશે. આ અભ્યાસ માટે રેસ્પાઈરેટ્રી રેક્ટના Ex-Vivo Culturesનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હોંગકોંગ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર માઈકલ ચાન ચી-વાઈ અને તેમની ટીમે સફળતાપૂર્વક ઓમિક્રોન વાઈરસને અલગ કરીને ડેલ્ટા અને કોરોનાના વાસ્તિવક રૂપથી તેની તુલના કરી અને એ જાણકારી મેળવી કે આ ઝડપથી ફેલાવવામાં સક્ષમ છે. પ્રોફેસરે એમ પણ કહ્યુ છે કે માણસમાં રોગના ગંભીર હોવું માત્ર વાઈરસ પર જ નિર્ભર કરતું નથી. પરંતુ તે માણસની ઈમ્યૂન સિસ્ટમ પર પણ નિર્ભર કરે છે. એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઘણી ઝડપથી ફેલાનારો કોઈ વાઈરસ ઘણાં લોકોના જીવ પણ લઈ શકે છે, પછી તે વાઈરસ ભલે ખુદ ઓછો રોગજન્ય જ કેમ ન હોય.

