મુંબઈ, ગુરુવાર
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 113 પોઈન્ટના ઉછાળા સાથે 57901 પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 અંકના ઉછાળા સાથે 17248 પર બંધ થયો છે. આજે સવારે જો કે સેન્સેક્સમાં 400 અંકથી વધુની તેજી જોવા મળી હતી. પરંતુ બપોર બાદ તેમા ઘટાડો થયો હતો. જો કે આખરમાં શેરબજાર બઢત સાથે બંધ થયા હતા.
સેન્સેક્સ સવારે 455 અંકના વધારા સાથે 58243 પર ખુલ્યા હતા. તે દરમિયાન તેમા 58337નું ઉપરી સ્તર અને 57683નું નીચલું સ્તર બનાવ્યું હતું. તેના 30 શેરોમાંથી 15 શેરો ઘટાડામાં અને 15 શેરો બઢત સાથે બંધ થયા હતા. બઢતવાળા શેરોમાં બજાજ ફાયનાન્સ, ઈન્ફોસિસ, ટાઈટન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય છે. ઘટાડાવાળા શેરોમાં બજાજ ઓટો, મારુતિ ઈંડસઈંડ બેંક અને સન ફાર્મા છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી દિવસમાં 17379ના ઉપરી સ્તર અને 17184ના નીચલા સ્તરે રહ્યો હતો. તેના 50 શેરોમાંથી 28 બઢત સાથે બંધ થયા, જ્યારે 22 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બઢતવાળા મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, બજાજ ફાયનાન્સ, ભારત પેટ્રોલિયમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રહ્યા. ઘટાડાવાળા શેરોમાં સન ફાર્મા, હિંડાલકો, સિપ્લા અને અન્ય રહ્યા હતા. આના પહેલા બુધવારે સેન્સેક્સ 329 અંક ઘટીને 57788 પર બંધ થયો હતો. પેટીએમના શેર 7.72 ટકા તૂટીને 1380 રૂપિયા પર બંધ થયા હતા. જો કે દિવસમાં તે 10 ટકાથી વધારે તૂટીને 1297 રૂપિયા સુધી પહોંચ્યા હતા. પેટીએમના શેર એટલા માટે ગગડયા કારણ કે એન્કર રોકાણકારોનો લોક ઈન પીરિયડ સમાપ્ત થયો હતો અને તેમણે શેર વેચ્યા હતા. જો કે આજે આ શેરમાં 3 ટકાની બઢત જોવા મળી હતી.

