HomeNationalમહિલાઓની લગ્નની લઘુત્તમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરાશે, કેન્દ્રીય કેબિનેટે...

મહિલાઓની લગ્નની લઘુત્તમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરાશે, કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી

નવી દિલ્હી, ગુરુવાર

  યુવતીઓની લગ્નની લઘુત્તમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી છે. સૂત્રો પ્રમાણે, પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તેના માટે સરકાર હાલના કાયદાઓમાં સંશોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે તેમના લગ્ન યોગ્ય સમયે થાય.

  હાલના કાયદા પ્રમાણે, દેશમાં પુરુષોના લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ અને મહિલાઓના લગ્નની લઘુત્તમ વય 18 વર્ષની છે. હવે સરકાર બાળ લગ્ન નિષેધ કાયદો, સ્પેશયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સંશોધન કરશે. નીતિ પંચમાં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સે આની ભલામણ કરી હતી.

  નીતિ પંચના સદસ્ય ડૉ. વી. કે. પૉલ પણ આ ટાસ્ક ફોર્સના સદસ્ય હતા. તેમના સિવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ અને સાક્ષરતા મિશન તથા ન્યાય અને કાયદા મંત્રાલયના વિધેયક વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સદસ્ય હતા. ટાસ્ક ફોર્સની રચના ગત વર્ષ જૂનમાં કરવામાં આવી હતી અને ગત વર્ષ ડિસેમ્બરમાં જ તેણે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. ટાસ્ક ફોર્સનું કહેવું હતું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે દીકરીઓની વય 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં વિલંબને પરિવારો, મહિલાઓ અને બાળકો તથા સમાજના આર્થિક, સામાજીક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW