HomeGujaratકલોલ તાલુકાની આ સરકારી શાળાના બાળકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લઈ ગાંધીનગર...

કલોલ તાલુકાની આ સરકારી શાળાના બાળકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લઈ ગાંધીનગર જિલ્લાને ગૌરવ અપાવ્યું

ગાંધીનગર, ગુરૂવાર

  કલોલ તાલુકાના સાંતેજ પ્રાથમિક શાળાના બાળકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં વર્ચ્યુઅલ મોડથી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લઇ સમગ્ર ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતની સરકારી શાળાઓને ગૌરવ અપાવ્યું છે. ઈન્ડિયન ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF) 2021નું આ વર્ષે ગોવા ખાતે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. તેમાં ઘણી પ્રવૃત્તિઓમાંથી એક ઈવેન્ટ Rain Water Harvesting and Conservation પણ હતી. જેની નોંધ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવી છે.

  આખા ભારત દેશમાંથી અનેક શાળાઓના મળીને 9500 બાળકો એમાં જોડાયા હતા, જેમાંથી 3000 છાત્રો ફિઝિકલી અને 6500 વર્ચ્યુઅલ જોડાયા હતા. આ ઈવેન્ટમાં સાંતેજ પ્રાથમિક શાળાના કુલ 50 બાળકો પણ ઝૂમ એપ્લિકેશન દ્વારા જોડાઈને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા મળેલી કીટમાંથી Rain Water Harvesting and Conservationનું મોડેલ બનાવીને ખુબ સરસ પ્રદર્શન કર્યું હતું.

  દરેક વિદ્યાર્થીએ માત્ર 20 મિનિટમાં ઝૂમ એપ્લિકેશન દ્વારા આ વર્કિંગ મોડેલ ઓનલાઇન બનાવ્યું અને સફળતા મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંતેજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્વેતલબેન પ્રજાપતિ, આ ઇવેન્ટના કો-ઓર્ડિનેટર સ્નેહાબેન જોષી, તેમજ શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ માર્ગદર્શન આપી શાળાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં અપાવી ઉચ્ચ સિધ્ધી હાંસલ કરી છે. આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ શાળા પરિવારે વિજ્ઞાન-ગુર્જરીના કાર્યકર્તા અક્ષય જોષી, જીજ્ઞેશભાઇ બોરીસાગર, હિરેનભાઇ રાજ્યગુરુનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW