જેમના પર દેશવાસીઓને હંમેશા ગૌરવ રહેશે તેવા પરમવીરો
યુદ્ધ પછી ભારતે વીર જવાનોને અલગ અલગ વીરતા ચક્રથી નવાજ્યા હતા તેમાંથી એવા પણ જવાન હતા જેમને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેમના શોર્યથી ભારતે યુધ્ધ ભૂમિમાં [પાકિસ્તાનીઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. ભારતના આવા જ એક વીર સપુત એટલે આલ્બર્ટ એક્કા. આલ્બર્ટ એક્કાએ હીલીના યુધ્ધમાં પરાક્રમ બતાવ્યું હતું.પૂર્વના પાકિસ્તાનમાં લડાયેલ આ યુદ્ધ ખુબ હ આકરું અને અગત્યનું હતું અગરતલાને બતાવવા માટે લાન્સનાયક અલ્બર્ટ એક્કે ગંગાસાગરમાં શહીદી ન્હોરી લીધી હતી આ બાદ તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના અધિકારી નિર્મલજિત સિંહ શેખોએ શ્રીનગરના એરબેઝનું જીવનની આહુતિ આપીને રક્ષણ કર્યું હતું. 1971ના યુદ્દ્ધના પરમવીર ચક્રથી સન્માનિત થનારા નિર્મલજિત સિંહ એકમાત્ર વાયુસેનાના સૈનિક હતા.તેમને મરણોપરાંત સન્માન આપવામાં આવ્યું હતું.

અરુણ ખેતરપાલ ઇન્ડિયન આર્મીના અધિકારી હતા. બસંતરની લડાઈમાં તેમણે અદ્વિતીય શોર્ય દાખવ્યું હતું.અને આખરે શહિદ થયા હતા. તેમને મરણોપરાંત પરમવીર ચક્રએનાયત કરવામાં આવ્યો હતો.1971ના યુદ્ધ પછી 4 પરમવીર ચક્ર એનાયત થયા હતા એમાંથી એક માત્ર જીવંત સૈનિક હોશિયારસિંહ દહિયા હતા. ઇન્ડિયન આર્મીના અધિકારી હોશિયારસિંહને બસંતરની લડાઈમાં અદ્વિતીય સાહસ બદલ આ સન્માન મળ્યું હતું તેમણે 1988 સુધી ભારતીય લશ્કરમાં પોતાની સેવા આપી હતી. અને 1998માં તેમનું અવસાન થયું હતું

ઓપરેશન ત્રિશુલને સફળ બનાવનારા નેવી અધિકારી કે.પી ગોપાલરાવ,એમ એન રાવસામંત,રામ પાંડે,સ્વરાજ પ્રકાશ બબરૂ ભાણ યાદવ,અરુણ શ્રીધર વૈધ,એસ કે કૌલ સહિતના અગણિત વીરોએ પોતાના સાહસ થી ભારતને યુદ્ધમાં વિજેતા બનાવ્યું હતું


