HomeGujaratટંકારાના નાના ખીજડીયામાં તસ્કરોએ મંદિરના તાળા તોડ્યા, રૂ 15,000ની ચોરી

ટંકારાના નાના ખીજડીયામાં તસ્કરોએ મંદિરના તાળા તોડ્યા, રૂ 15,000ની ચોરી

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં આવેલ શીતલ પાર્ક સોસાયટીમાં આવેલ બારૈયા પરિવારના સુરાપુરા મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. અને મંદિરના દરવાજાનો નકુચા તોડી મંદિરની દાનપેટીમાંથી તસ્કરો રૂપિયા 12થી 15 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવા તજવીજ હાથ ધરી હતી.


શિયાળાની કડકડતી ઠંડી શરુ થતાની સાથે જ મોરબી જિલ્લામાં ફરી એકવાર તસ્કરો સક્રિય થવા લાગ્યા છે ઘર ઓફીસ દુકાનમાં હાથ સાફ કરતા નિશાચરો મંદિરને પણ નથી છોડી રહ્યા ગત સોમવારે મોડી રાત્રીના ટંકારા તાલુકાનાનાના ખીજડીયામાં તસ્કરોએ ધામા નાખ્યા હતા .નાના ખીજડીયા ગામમાં આવેલ શીતલ સોસાયટીમાં આવેલ બારૈયા પરિવારના સુરાપુરા દેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાન પેટી તોડી તેમાંથી રૂ 12થી 15 રોકડ સેરવી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે નરસીભાઈ અવચરભાઈ બારૈયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ અંગે પીએસઆઈ એ વી ગોંડલિયા તપાસ કરી રહ્યા છે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW