HomeGujaratPSI ભરતી દોડમા બોગસ કોલ લેટર લઇ ઉમેદવાર આવ્યો 2 પોલીસકર્મી સહિત...

PSI ભરતી દોડમા બોગસ કોલ લેટર લઇ ઉમેદવાર આવ્યો 2 પોલીસકર્મી સહિત 5 ઝડપાયા

રાજ્યમાં હાલ પોલીસની ભરતી ચાલી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાં આ માટે ગ્રાઉન્ડ ટેસ્ટ ચાલી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગ્રાઉન્ડ ટેસ્ટમાં એક ઉમેદવાર બોગસ કોલ લેટર લઈને આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી યોજાઈ હતી જેમાં ઇન્ચાર્જ તરીકે રાજકોટના ડીસીપી પ્રવીણકુમારના સુપરવીઝન અને નોડલ ઓફિસર ડીવાયએસપી પી કે પટેલ દ્વારા 14એ શારીરિક કસોટીની કાર્યવાહી શરુ કરી હતી અને 6 કલાક દરમિયાન લાઈનમાં ઉમેદવારોને કોલ લેટરમાં જણાવેલ સુચના મુજબ પ્રવેશ આપવામાં આવિ રહ્યો હતો તે દરમિયાન આશિષ ગઢવી નામના ઉમેદવાર પાસેથી બે કોલ લેટર મળ્યા હતા. એક કોલ લેટરમાં 6 વાગ્યા અને બીજા કોલ લેટરમાં 8 વાગ્યાનો સમય હતો આ ગેર રીતી સામે આવતા પોલીસે અન્ય ઉમેદવારોનો ભાંડો પણ ફૂટ્યો હતો જે બાદ 5 શખ્સની વિરુદ્ધ ગુન્હો નોધી તમામની ધરપકડ કરી હતી.
આ ઘટનામાં પોલીસે આશિષ પાતુભાઈ ગઢવી, મહેશ દિનેશ સેગલીયા,પ્રવીણ કરમશી સાકરિયા,જયદીપસિંહ નટુભાઈ ગોહિલ અને કિશન વજા રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા ૫ શખ્સમાંથી મહેશ સેન્ગલીયા અને કિશન વજા રાઠોડ બન્ને હાલ પોલીસમાં ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW