HomeGujaratSaurashtra Kutchhખેડૂતે ઇંધણ વગર ચાલતું હાથલારીમાંથી દવા છાંટવાનું મશીન બનાવ્યું

ખેડૂતે ઇંધણ વગર ચાલતું હાથલારીમાંથી દવા છાંટવાનું મશીન બનાવ્યું

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, જરૂરિયાત એ કોઈ પણ શોધ પાછળનું પાયાનું બીજ હોય છે. આ વાત સૌરાષ્ટ્રના ઉપલેટાના એક ખેડૂતે પુરવાર કરી નાંખી છે. જેણે હાથલારીની મદદથી કોઈ પ્રકારના ઈંધણનો ઉપયોગ કર્યા વગર ચાલતું એક મશીન તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ ખેતરમાં દવા છાંટવા માટે થાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ખેડૂત ભણ્યા છે ઓછું પણ ગણ્યા છે વધારે. જસુભા વાળાએ પોતાની એક આગવી કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવા માટે લારીમાંથી મશીન બનાવ્યું છે.

એમના આ પ્રયોગની રાજ્ય સરકારે નોંધ લઈને તેમને સરદાર પટેલ અવોર્ડથી સન્માનિત કર્યા છે. સૌ પ્રથમ ખેડૂતે હાથલારીની મદદથી દવાનો છંટકાવ કરતા બે પંપ ગોઠવ્યા છે. જેમાં સરળતાથી કપાસ, મગફળી અને અન્ય પાકમાં દવા છાંટી શકાય છે. આ માટે સામાન્ય કહી શકાય એવી રકમનો ખર્ચ કરવો પડ્યો. આ મશીન બનાવવા માટે રૂ.2થી 7 હજારનો ખર્ચ થાય છે. આ મશીનમાં કોઇપણ પ્રકારના ઇંધણની જરૂરિયાત રહેતી નથી. સરકારે થોડા સમય પહેલા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત ધરતી અલગ-અલગ સિદ્ધિ બદલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી પાનેલીના વતની ખેડૂત જસુભા (જસવંતસિંહ) ઉદુભા વાળાનું પણ સરદાર પટેલ અવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાની ઓગણીસ વીઘા જમીનમાં ખેતી માટે એક અલગ જ અને સાવ મફત ચાલતું યંત્ર એટલે કે ખેતરના કોઈ પણ પાકમાં દવા છાંટવા માટે હાથલારીમાં બે પંપ ફિટ કરી મશીન બનાવ્યું છે.

ખેડૂતની આવી બુદ્ધિ અને કામગીરીને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે તેની નોંધ લીધી છે. રેંકડીની વિશેષતા અને ઇંધણની બચત સાથે પ્રદૂષણમાં પણ મોટી રાહત આપતી આ લારીથી સરકાર ભારે પ્રભાવિત થઇ છે. જસુભાને ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમમાં ખેતરમાં વિશેષ કામયાબી અને નવા સંશોધન બદલ સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાએ જસુભાની કામગીરીને બિરદાવી હતી.

દરેક પાકમાં આસાનીથી મશીનથી દવાનો છંટકાવ કરી શકાય છે. આ અંગે જસુભાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પાક હોય તે પછી નાનો હોય કે મોટો હોય. મગફળી, કપાસ, એરંડા, તુવેર, કઠોળ, શાકભાજી, તલ વગેરે પાકમાં એકદમ આસાનીથી આ લારીથી દવાનો છંટકાવ કરી શકાય છે. આ લારી ચલાવવા માટે કોઈ ડીઝલ કે અન્ય ઇંધણની જરૂરિયાત રહેતી નથી. બેટરીની મદદથી આ લારી ચાલે છે એટલે 2થી 7 હજાર જેવી નજીવી રકમમાં મશીન બની ગયું છે. બીજો ફાયદો એ છે કે દરેક પાકમાં એકસરખી દવાનો છટકાંવ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW