HomeGujaratગુજરાત ભાજપના નેતાઓ UP માં ચૂંટણી પ્રચાર કરવા માટે 165 કાર્યકરોને મળી...

ગુજરાત ભાજપના નેતાઓ UP માં ચૂંટણી પ્રચાર કરવા માટે 165 કાર્યકરોને મળી જવાબદારી

ગાંધીનગર, બુધવાર

   ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાતના ભાજપના અનેક નેતાઓને યૂપી ચૂંટણીમાં પ્રચારની જવાબદારી મળી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચ 2022માં યોજાઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના 11 જિલ્લાની 71 સીટોની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી છે.

   ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપ માટે ખુબ મહત્વની છે. અહીં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ બીજીવાર સત્તા કબજે કરવા મેદાને ઉતરશે. ત્યારે ગુજરાતના 165 કાર્યકરોને યૂપીની જવાબદારી મળી છે. દરેક નેતાઓને વિધાનસભા પ્રમાણે શક્તિ કેન્દ્રો અને બુથ સમિતિ પર કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપાધ્યક્ષ જનક બગદાણાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને ઓબીસી મોર્ચાના મહામંત્રી મયક નાયક પણ ચૂંટણી પ્રચારમાં જવાના છે. આ તમામ નેતાઓ 16 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW