HomeGujaratકોરોનાના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર...

કોરોનાના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા

ગાંધીનગર,બુધવાર

   અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેઓએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની સમગ્ર આફતથી સૌ કોઈ પરિચિત છે. કુદરતી આફતો એ કુદરત દ્વારા આફત આવે અને સરકારી આફતો સરકારની બેદરકારી અણઆવડત દ્વારા ઉભી થાય છે.

   સરકાર કોરોનાના આંકડા છુપાવતી હતી. મૃત્યુના આંકડા છુપાવતી હતી. ટેસ્ટીંગના આંકડા છુપાવતી હતી. તેમજ કોરોનામાં જે વ્યવસ્થા આપવામાં આવતી તે અંગેની માહિતી પણ છુપાવતી હતી.જેના ભાગ રૂપે કોગ્રેસના નેતાઓ એક લાખ લોકોના પરિવારોને જેમનું કોવિડમાં મૃત્યુ થયું છે. તેમની મુલાકાત લીધી હતી. અને જ્યારે ત્રણ લાખ લોકોના મૃત્યુ થયાં ત્યારે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આ અંગે સંપૂર્ણ માહિતી મેળવી સરકાર સમક્ષ રજુ કરી તેમ છતાં તેઓ માનવા તૈયાર ન હતી. આ દરમિયાન અમે મૃતક પરિવારની મુલાકાત લીધી તેઓના ફોર્મ ભરવાની વિધી શરૂ કરાવી તેમ છતાં પણ સરકાર માનવા તૈયાર ન હતી. અને સરકારે જણાવ્યું કે કોરોનાથી માત્ર 10 હાજર લોકોનું મૃત્યુ છે. આમ પણ સરકારની મનશા નથી કોરોના પીડિત પરિવારોને સહાય કરે . ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં 4 લાખની જોગવાઈ હતી. તે કાયદો બદલીને પરિપત્ર બદલીને 50 હજારની જોગવાઈ કરી દીધી હતી. તો 4 લાખના બદલે 50 હજાર આપવાના કારણ શું છે.? એ 4 લાખમાં 1 લાખ રાજ્ય સરકાર અને ત્રણ લાખ કેન્દ્ર સરકારને આપવાના હતાં તેવી જોગવાઈ હતી. તેની બદલે 50 હજારની જ જોગવાઈ કરી અને તે 50 હજારની જોગવાઈ કર્યા પછી પણ સુપ્રીમ કોર્ટ વારંવાર ગુજરાત સરકારને વારંવાર ફટકારે છે. ગુજરાતના રાજ્યપાલ મળ્યાં બાદ જો મિકેનીઝમ નહી ગોઠવાય અને મૃતકોને લઈને સહાય જે સરકારે નક્કી કરી છે. તો આવનારા દિવસો સુધી રાષ્ટ્રપતિ સુધી અમારા પ્રશ્નને રજૂ કરીશું .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW